________________
પરિશિષ્ટ ]
ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિકા
[૨૨.
શાહજહાંના અંતિમ સમયમાં ગુજરાતના સુબેદાર મુરાદબણે હિ.સ. ૧૦૬૮ માં રાજ્યપદને દાવો કરી પોતાના નામના સિક્કા પાડયા. એમાં અમદાવાદની ટંકશાળનું નાણું સેના અને ચાંદીની ધાતુઓમાં છે, પણ તાંબાનાણું મળ્યાની જાણ નથી. મુરાદબબ્સના આ સિક્કા એક જ પ્રકાર અને શાહજહાંના. સિક્કાઓની મુખ્ય ભાતના છે. એને સેનાને એક જ સિક્કો ઉપલબ્ધ છે. અને એ લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે. આ સિક્કા વજન વગેરેમાં શાહજહાના ધરણના છે.
ઔરંગઝેબને અહી ને સેનાને સિકકો બહાર પડ્યો હોય એમ લાગતું નથી. એના ચાંદીના સિક્કાઓની પણ અહીંથી મુખ્યત્વે એક જ ભાત બહાર. પડી હોય એમ લાગે છે, જેમાં એક તરફ પદ્ય પંક્તિમાં લખાણ અને હિજરી વર્ષ સંખ્યા અને બીજી તરફ ટંકશાળ-નામ અને રાજ્ય–વર્ષ સંખ્યા દર્શાવતું ઔરંગઝેબે શરૂ કરેલું ગઘસત્ર.
ઔરંગઝેબના સિક્કાઓની આ મુખ્ય ભાતમાં હિ.સ. ૧૦૯૧ સુધી આગલી, બાજુમાં વર્ષ–આંકડો છેલી પંક્તિમાં અને એ પછી પહેલી પંક્તિમાં અંકિત. થયો, એ સિવાય બીજે કઈ ફેરફાર નથી. વજનમાં પણ એ આ કે આ પછીના. સિક્કા લગભગ પૂરા અને શુદ્ધ રચના છે. ઔરંગઝેબનું અમદાવાદનું તાંબાનાણું મળ્યું નથી.
ઔરંગઝેબના અનુગામીઓના અમદાવાદના સિક્કા ઘણી ઓછી સંખ્યામાં તેમજ ભાતની દૃષ્ટિએ પણ બહુધા એક જ પ્રકારના મળે છે, જેમાં એક તરફ હિજરી વર્ષસંખ્યા સાથે પuપંક્તિ હોય છે, બીજી તરફ ટંકશાળ નામ અને રાજ્ય-વર્ષ આપતું ઓરંગઝેબે શરૂ કરેલું ગદ્યસત્ર સહેજ ફેર સાથે છે.
શાહઆલમ બહાદુર(શાહઆલમ ૧ લો)ના આ ટંકશાળના અધએક ડઝન જેટલા ચાંદીના સિક્કા મળ્યા છે, જેમાં બાદશાહનું નામ ધરાવતી પદ્યપંક્તિને બદલે નવા ગદ્યસત્રને પ્રયોગ થયા, જે એના મોટા ભાગના અનુગામીઓના. સિક્કાઓમાં વપરાયું.
આ સિકકાઓમાં એક તરફ એ ગદ્યસૂત્ર અને હિજરી વર્ષની સંખ્યા અને બીજી તરફ ઔરંગઝેબવાળા ટંકશાળ-નામ અને રાજ્ય-વર્ષ સંખ્યાવાળા સૂત્રનું લખાણ છે.