________________
સુઘલ કાલ
[X* $3
શાહજહાંના અમદાવાદની ટંકશાળમાં ત્રણે ધાતુઓમાં સિક્કા બહાર પડવા હતા, જેમાં સેાના અતે તાંબા-નાણું અપ સખ્યામાં પ્રાપ્ય છે. સેાનામાં ૧૭૦ ગ્રેન અને ચાંદીમાં ૧૮૦ ગ્રેન વજન નિર્ધારિત હતુ`.
:૨૧૦ ]
અત્યાર સુધી મળી આવેલા સેાનાના સિક્કાઓની એક ભાત એ છે જેમાં એક તરફ ત્રણ પંક્તિમાં કલમા અને નીચે ટટંકશાળનું નામ અને ઇલાહી વર્ષની સંખ્યા તથા માસનું નામ અને બીજી તરફ્ બાદશાહનું નામ અને પુરા લકબ અને હિજરી વર્ષની સંખ્યાવાળુ લખાણ છે.
આ ભાતના સિક્કો હિ.સ. ૧૦૪૩ માં બહાર પડયો હતા. એ પછીના સિક્કાઓમાં એક તરફ્ ચેારસ ક્ષેત્રમાં કલમે અને હિજરી વર્ષની સંખ્યા અને આજુબાજુ હ્રાંસિયામાં ચાર ખલીફ્રાનાં નામવાળું સૂત્રક અને ખીજી તરફ ચારસ ક્ષેત્રમાં શાહેઞજ્ઞાન વાવાદ્ ાગી અને રાજ્યવ`સંખ્યા અને આજુબાજુ હાંસિયામાં એનાં નામ અને લકબના બાકીના અા અને ટંકશાળ-નામવાળું લખાણ છે. શાહજહાંના સિક્કાઓની આ મુખ્ય ભાત છે, જે એના અમલના છેલ્લા વર્ષ સુધી ચાલુ રી હતી.
શાહજહાંના અમદાવાદના ચાંદીના સિક્કાઓતી પણ આવી એ ભાત છે, જેમાંની બીજી ભાતના સિક્કા એના રાજ્યકાલનાં મોટા ભાગનાં વર્ષોંન ઉપલબ્ધ છે. તદુપરાંત એના આ ધાતુના સિક્કાની ત્રીજી ભાત છે, જે એના રાજ્યા રાહણુના વર્ષમાં બહાર પડી હતી, એમાં અમુક પર વ–સ ંખ્યા સાથે હિજરી સંવતના નામને નિર્દેશ પણ થયા છે. આ ભાતના સિક્કામાં એક તરફ્ સ્ટમો, ટંકશાળનું નામ અને નિર્દેશ સાથે અથવા વગર હિજરી વર્ષસખ્યા અને ખીજ
જુ. ભાદશાહનું નામ અને લકખવાળું લખાણ છે. આ ભાતના અમુક સિક્કાએ પર હિજરી વર્ષોંના બદલે બીજી તરફ રાજ્યવ` સંખ્યા પણ મળે છે.
શાહજહાંના અહીંના તાંબા-નાણાની એ ભાત પ્રાપ્ત થઈ છે. એકમાં એક તરફ ટ્સે શાનદ્દાની (શાહજહાંના પૈસા) અને રાજ્યવĆની-સ`ખ્યા તથા ખોજી તરફ ટંકશાળ-નામ અને ઇલાહી માસ-નામનું લખાણ છે. બીજી ભાતમાં સિક્કાની ખીજી તરફનાં લખાણ તેમજ ગેાઠવણમાં સહેજ ક્રૂરક છે. આ તાલુ જહાંગીરના તાંબા-તાણાની જેમ જૂજ છે.
શાહજહાંના સમયથી જ પરદેશ સાથેના વધતા વેપાર તેમજ મામદીનાની હજયાત્રા માટે મુખ્ય બંદર બનેલા એવા સુરત શહેરની ટંકશાળ વધુ કાર્યશીલ -ખતી હતી, પરિણામે શાહજહાં અને એના અનુગામીઓના અમદાવાદ ટંકશાળતા સિક્કાઓની સંખ્યા રફતે રફતે ઓછી થતી ગઈ.