________________
૨૨) સુઘલ કાલ
|| 5. કયું જહાંદારશાહના ત્રણેક ચાંદીના સિક્કા મળ્યા છે, જે એક જ ભાતના છે. આમાં એક બાજુ હિજરી વર્ષની સંખ્યા અને એના નામની પઘપતિ તેમજ બીજી બાજુ ટંકશાળનામ વગેરેવાળું સૂત્ર છે. એને પણ તાંબાનો સિક્કો એક ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે.
ફરુખસિયરને અમદાવાદની કથાળને સેનાને એક પણ સિક્કો મળે નથી. ચાંદીમાં દસેક સિક્કા નોંધાયા છે, જેમાં એક બાજુ હિજરી વર્ષસંખ્યા અને એના નામવાળી પદ્યપંક્તિ છે અને બીજી બાજુ ટંકશાળ-નામ વગેરેવાળું સૂત્ર છે. ખસિયરનું તાંબાનાણું અતિદુર્લભ છે અને એ માત્ર કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં છે. ફલૂસભાતના આ સિક્કા પર એક તરફ સે જલિયર વાઢશાહ (હરખસિયર બાદશાહને પૈસો) અને બીજી તરફ ટંકશાળનામ વગેરે. વાળું ઉપર્યુક્ત સૂત્રનું લખાણ છે. વજનમાં આ સિક્કો ૨૧૨.૫ ગ્રેનનો છે.
રઉદ્દજાતનું પણ માત્ર ચાંદીનું અને એ પણ એક ભાતનું નાણું મળ્યું છે, જે દુર્લભ છે. સૂચિઓમાં સેંધાયેલા ત્રણેક સિક્કા ભાતમાં ઉપર જણાવેલા ફર્ખસિયરના સિક્કા જેવા છે.
રીઉદ્દરજાતના સિક્કાઓમાં ટંકશાળનું ઉપનામ ઝીનતુન્ચિાર્લ્ડ (નગરોનું આભૂષણ) નોંધપાત્ર છે.
રફીઉદ્દવલા શાહજહાં ૨ જાના અમદાવાદના માત્ર ચાંદીના સિક્કા મળ્યા છે, જે અતિદુર્લભ છે. આ સિક્કાઓ પર બંને બાજુ ગઘસત્રવાળું લખાણ છે. | મુહમ્મદશાહના સિકકા ઔરંગઝેબના બીજા અનુગામીઓ કરતાં વધુ છે. એને સેનાને એક સિક્કો ખાનગી સંગ્રહમાં હેવાનું કહેવાય છે, જ્યારે ચાંદીના સિક્કા લગભગ બધાં મ્યુઝિયમોમાં છે. આ સિક્કા ભાતમાં શાહઆલમ બહાદુરના સૂત્રવાળા સિક્કાઓ જેવા છે.
અહમદશાહને અમદાવાદને માત્ર ચાંદીને જ એક સિક્કો મળ્યો છે, જે લખાણ તથા ભાતમાં મુહમદશાહના ટકશાળનામવાળા સિક્કા જેવો છે. આલમગીર ૨ જાન સેનાનો સિક્કો ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે. એના ચાંદીના ત્રણચાર સિક્કા મળ્યા છે, જે લખાણ તેમજ ભાતની દૃષ્ટિએ મુહમ્મદશાહ અને અહમદશાહના સિક્કા જેવા જ છે. શાહજહાં ૩જના પણ માત્ર ચાંદીના ત્રણચાર સિક્કા પ્રાપ્ત થાય છે તેઓ પણ એ જ ભાતના છે.
શાહઆલમ જાના ત્રણે ધાતુમાં સિક્કા મળ્યા છે, પણ એની સંખ્યા અ૫ છે. સોનાને જે એક સિક્કો મળ્યો છે તે તથા ચાંદીના સિક્કા પણ ફર્ખસિયર વગેરેની પદ્યપંક્તિવાળા લખાણની ભાવના છે.