________________
૧૯૮]
મુઘલ કાલે
સંબંધ ધરાવતા પોલીસો, સાધનસામગ્રી, ગુનેગાર, કેદીઓ, ન્યાય, ચોકિયાતો, માહિતી મેળવનાર જાસૂસ, નૃત્યાંગનાઓ, દારૂ અને માદક પીણું વેચનારાઓ વગેરેને અનુલક્ષીને રહેતી. - આમિલ સરકારમાં મુખ્ય મહેસૂલી અધિકારીની અને કાઝી મુખ્ય ન્યાયાધીચની ફરજો અદા કરતા. એમના વિશે આગળ ઉપર વિગતવાર નિરૂપણ થશે. પરગણું અને એના અધિકારીએ
શેરશાહના સમયથી પરગણામાં ત્રણ પ્રકારના મહત્વના અધિકારી ચોક્કસ પણે કામગીરી બજાવતા હતા. એમાં શિકદાર અમીન અને કાનૂન હતા. એમની મદદમાં ખજાનચીઓ કારકુને પટવારીઓ અને પટાવાળા ઘણી સંખ્યામાં રહેતા. સિકદારમાં ફોજદાર અને કોટવાળની ફરજો સંયુક્ત કરવામાં આવી હતી. એ પરગણામાં કાયદો અને વ્યવસ્થા તથા ફોજદારી ન્યાયનું કાર્ય સંભાળતા. શિકાર પરગણાને કારોબારી વડો હોઈ સામાન્ય વહીવટ સંભાળતો એ મર્યાદિત અધિકાર સાથે ફોજદારી મેજિસ્ટ્રેટનું કાર્ય કરતા, પરંતુ જે બાબતે એના અધિકારક્ષેત્રમાં ન આવતી હોય તે પરગણુના કોટવાળ તરફ મેકલી આપ. પરગણાને અમીન કે આમિલ સરકારના અમલગુઝાર જેવી જ ફરજે બજાવતે. એ મહેસૂલ આંકવાના અને એની વસુલાતના કાર્યમાં ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવતા. એ ઉપરાંત એની કામગીરી શિકદારને અને ગામના મુખીને મદદ કરવાની રહેતી. આમ આ ત્રણેય અધિકારી એકબીજાના કામમાં મદદ કરતા અને પરગણુનું તંત્ર ચલાવતા. દરેક પરગણામાં અને નાના નગરમાં ન્યાયઅદાલત સ્થાપવામાં આવતી. અન્ય વહીવટી એમે | મુઘલ સામ્રાજ્યમાં સરકાર અને પરગણ ઉપરાંત દરિયાઈ બંદરો, સરહદ પૂરતી ચેકીઓ અને કિલાઓ, ચકલા અને થાણાંઓનું પણ અલગ વહીવટી તંત્ર હતું. ૧૪
સામાન્ય રીતે બંદર સૂબાના પેટાવિભાગમાં હતાં છતાં વહીવટી હેતુ માટે મહવન સુરત જેવાં બંદરોને પ્રાંતીય સત્તાવાળાઓના અધિકારથી સ્વતંત્ર બનાવવામાં આવતાં. મુઘલ બાદશાહને કઈ નૌકાદળી જરૂર પડતી નહિ તેમજ પ્રસ ગોપાત્ત મક્કાની જાત્રાએ જવા સિવાય કોઈ દરિયાઈ પ્રવૃત્તિ કરવી પડતી