________________
રાજ્યતત્ર
[૧૯૭
સરકારના વહીવટી તંત્રમાં ચાર મુખ્ય અધિકારી મૂકવામાં આવતા : ફોજદાર કાટવાળ આમિલ અને કાઝી.
ફેજદાર કારોબારી અધિકારી હતો, જેનું કાર્ય કાયદો-વ્યવસ્થા જાળવવાનું, શાંતિ–સલામતીની ખાતરી આપવાનું અને બંડખોર સ્વભાવના લે કે તરફથી જ્યારે સરકારી કર્મચારીઓને પોતાની ફરજ બજાવવામાં અવરોધ અને મુશ્કેલીઓ ઊભાં કરવામાં આવે ત્યારે કર્મચારીઓની મદદે જવાનું હતું. એ માટે એના તાબામાં લશ્કરી પોલીસની એક ટુકડી રાખવામાં આવતી, પરંતુ ફોજદાર પાસે કોઈ ન્યાયકીય સત્તા ન હતી.
સરકારનું વહીવટીતંત્ર
ફેજદારને મહેસૂલ પિોલીસ અને લશ્કર એવી વહીવટની ત્રણ શાખા સંભાળવી પડતી. મહેસૂલી બાબતમાં એ પરોક્ષ રીતે ભાગ લેતે. સરકારને બીજો એક અધિકારી–અમલગુઝાર–મહેસૂલ ખાતું સંભાળતો. ખેડૂતો મહેસૂલ આપવાનું ટાળી બંડખોર વૃત્તિ બતાવે તો વસૂલાતના કામમાં મદદ કરવાની જવાબદારી ફોજદારની રહેતી. ફેજિદારનું મુખ્ય કાર્ય એના તાબાની સરકારના આવેલા પ્રદેશ અને ગ્રામ વિસ્તારોનું રક્ષણ કરવાનું હતું. એ સ્થાનિક લડાયક ટુક્કીની નિયમિત દેખભાળ રાખતો, એને શસ્ત્રસજજ રાખત, અને કોઈ પણ સમયે કામગીરી બજાવવા જવું પડે એ માટે તૈયાર રાખતો.
પરગણામાં ઠેર ઠેર થાણાં રાખવામાં આવતાં, જ્યાં તાબેદાર ફોજદાર અથવા ચાણાદાર રાખવામાં આવતા. થાણાદાર ફોજદારને અધીન હતા.
ફોજદારોની નિમણૂક વખતે તે તે સરકારનું મહત્ત્વ પ્રથમ જોવામાં આવતું. સ્થાનિક જમીનદારો નિયમિત મહેસૂલ ભરે એ જોવાનું અને બંડખોર તત્તને ડામી દેવાનું કર્તવ્ય ફોજદારનું હતું. રમખાણ લૂંટફાટ ધાડ કે નાના સ્વરૂપનાં ખંડ-બળવા ન થાય એ માટે ચાંપતી દેખરેખ રાખવાનું અને થાય છે એ દબાવી દેવાનું કાર્ય એનું હતું. ટૂંકમાં કહીએ તે ફોજદાર એ પ્રાદેશિક કક્ષાને લશ્કરી સેનાપતિ હતો. ૧૫
સરકારમાં ફોજદાર અને અમલગુઝાર કાઝી અને કેટવાળ ન્યાયકીય કાર્ય બજાવતા. એ સરકારના મુખ્ય નગર માટે જ નહિ, પણ સમગ્ર સરકાર માટે મેજિસ્ટ્રેટના અધિકાર ધરાવતા હતા. કેટવાળ અને કાઝી વચ્ચે ન્યાયકીય અધિકાર વહેંચાઈ ગયા હતા. કોટવાળ નગર–પોલીસનો વડે હતો. એની કામગીરી