________________
રાજ્યતંત્ર
[૧૯૯
નહિ, પરંતુ સિંધ ગુજરાત સૌરાષ્ટ્ર અને ખાનદેશ જેવા પ્રદેશ જીત્યા બાદ મુઘલોના અધિકારમાં ઘણું બંદર આવ્યાં. એમાંનાં કેટલાંક બંદરાએથી પરદેશ સાથે વેપાર ચાલતો.
પ્રથમ કક્ષાનાં બંદરોનો વહીવટ કેવો હતો એનું ઉત્તમ ઉદાહરણ સુરતના બંદર પરથી જાણવા મળે છે. સુરતનું બંદર એ “સરકાર' જેવું હતું, જેમાં એની આજુબાજુને પ્રદેશ આવી જતો અને એમાં કુલ ૩૧ મહાલ હતા. “આઈને અકબરી મુજબ સુરત સરકારમાં ૭૩ મહાલ હતા, જેમાં ૧૩ બંદર હતાં.
સુરત સરકાર અને બંદરને વહીવટ મોટે ભાગે મુત્સદ્દી' નામના અધિકારી દ્વારા ચલાવવામાં આવતા. કવચિત એને ફોજદાર તરીકે ઉલ્લેખ થયો છે. મુત્સદ્દીને બેભો પ્રાંતીય સૂબેદાર જેવો હતો અને એ સીધી રીતે કેદ્રીય સરકારને જવાબદાર રહેતા. મુત્સદ્દી બંદરને લગતા મુખ્ય કામ ઉપરાંત બીજા પણ હદ્દા સંભાળતા, જેમાં દીવાની ન્યાયાધીશ તથા ટંકશાળના નિરીક્ષક જેવાને સમાવેશ થતે. કિલ્લાનો લશ્કરી સરદાર, જે અન્ય પરગણુને પણ વહીવટ ચલાવતો, તેની કામગીરી પ્રદેશમાં પોલીસ–વ્યવસ્થા જાળવવાની હતી; ફોજદાર એની મદદમાં રહેતો. બંદરના સમગ્ર ઉચ્ચ કર્મચારીગણની નિમણૂક કેંદ્રના જુદા જુદા વિભાગના વડાઓ દ્વારા થતી. આવા સદ્ર અને કાઝી (બંને હૈદ્રા ઘણી વાર સંયુક્ત કરાતા), બક્ષી અને વિકાએ-નિગાર, સવાલનવીસ, હરકારહ, તથા નાણાં જકાત વેરા કારખાનાં ઇત્યાદિને લગતા અધિકારીઓને સમાવેશ થતો. સર ટોમસ રે ૧૬૧૫ માં જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે મુકર્રબખાન સુરત અને ખંભાતનો મુસદ્દી હતું અને એ પિતાના મદદનીશો દ્વારા બંને બંદરનો વહીવટ ચલાવતો હતો.૭ પછીના સમયમાં ખંભાતને ચેરાસી પરગણાનો મહાલ બનાવવામાં આવ્યું. એ પછી ખંભાત
રાસી અને ઘોઘા બંદર એવા કુલ ત્રણ મહાલ કરવામાં આવ્યા. જોધા બંદર સાથે કંધાર (ગંધાર) નામનું નાનું બંદર જોડી દેવામાં આવ્યું હતું. ખંભાતમાં મુત્સદી અને ફોજદાર અલગ અલગ હતા. તેઓની તથા કાઝી મુહૂતસિબ ટંકશાળનિરીક્ષક હિસાબનીશ તથા તિજોરી ખાતાના અધિકારીઓ વગેરેની નિમણૂક કેંદ્રમાંથી થતી. દરિયાઈ બંદરાએ જકાતી અમલદારે પરદેશથી આવતી દરેક વ્યક્તિની અને એના માલસામાનની કેવી કડકાઈથી તપાસ કરતા હતા અને પ્રવાસીઓને કનડગત થતી હતી એનું તાદશ વર્ણન દેવેને નામના પ્રવાસીએ કરેલું છે.