________________
(૨]
મુઘલ કાલ
[પ્ર.
અજિતસિંહના એ વલણથી નાખુશ બનેલા બાદશાહ ઔરંગઝેબે શાહજાદા આઝમશાહને હુકમ કર્યો કે અજિતસિંહની સારી વર્તણૂક અને વફાદારી માટે ખાતરી આપનાર દુર્ગાદાસને મુઘલ દરબારમાં હાજર થવા કહેવું અને જે દુર્ગાદાસ એ હુકમનું પાલન ન કરે તો એને મારી નાખવો. એ સમયે દુર્ગાદાસ પાટણના ફોજદાર તરીકે હતો. શાહજાદા આઝમશાહે એને અમદાવાદમાં હાજર થવાનું ફરમાવતાં, એણે પિતાની લશ્કરી ટુકડી સાથે અમદાવાદ આવી પહોંચી વાડજમાં મુકામ કર્યો.
પણ સૂબેદાર એની સાથે મેલી રમત રમવા માગે છે એવો વહેમ પડતાં દુર્ગાદાસે પોતાના તંબુઓને આગ ચાંપી ઝડપથી પાટણ તરફ કૂચ કરી. સુબેદાર આઝમશાહે એને પીછો કરવા સફદરખાન બાબી સહિત કેટલાક અધિકારીઓને લશ્કર સાથે પાટણ તરફ મોકલ્યા. જ્યારે બાબીનું લશ્કર ત્યાં પહોંચવા આવ્યું ત્યારે દુર્ગાદાસને વીર પૌત્ર એને પ્રબળતાથી સામનો કરવા તત્પર બન્યો અને એણે ત્યારે પિતામહને ગુજરાત છેડી મારવાડ તરફ જવા અનુરોધ કર્યો. ઘણી નારાજીથી દુર્ગાદાસે પાટણ છોડયું અને એ ઊંઝા આવ્યો. દરમ્યાનમાં અને પૌત્ર મુઘલ સૈન્ય સાથે થયેલા મુકાબલામાં મરાયો. દુર્ગાદાસે પોતાના કુટુંબને એકત્ર કરી, છેવટે થરાદની ઉત્તરે થઈ મારવાડ તરફ કૂચ કરી. થાકેલું અને નિરાશ થયેલું મુઘલ સૈન્ય પાટણ પાછું ફર્યું અને ત્યાં નિમાયેલા દુર્ગાદાસના કેટવાળને મારી નાંખી પાટણ પર કબજો મેળવ્યો અને અમદાવાદ ખાલી હાથે પાછું ફર્યું. ત્યાર બાદ બીજાં ચાર વર્ષ (૧૭૭૨–૧૭૦૫) સુધી અજિતસિંહ અને દુર્ગાદાસ મારવાડમાં મુઘલોને પરેશાન કરતા રહ્યા, પણ છેવટે ઔરંગઝેબ સાથે દુર્ગાદાસે સમાધાન કર્યું અને એને ત્રણ હજારની મનસબ અને ગુજરાતમાંની એની જગ્યા પાછી આપવામાં આવી.
શાહજાદા આઝમશાહને જોધપુરની પણ સૂબાગીરી આપવામાં આવી હતી. ત્યાં એણે પોતાના નાયબ તરીકે જાફરકુલીને નીમ્યો હતો. આઝમ શાહે અમદાવાદમાં આવ્યા બાદ જોયું હતું કે ભદ્રનાં શાહી નિવાસસ્થાન સતનતના સમયથી બંધાયેલાં હતાં. એ એને રુચિકર લાગ્યાં નહિ, તેથી સુરતમબાગ અને ગુલાબબાગ ખાતે નવાં શાહી રહેઠાણ બાંધો હુક્મ આપ્યો અને એ બે ધાતા સુધી પોતે તંબુઓમાં રહ્યો !
આઝમશાહના સમયમાં ઔરંગઝેબ જે એના ૮૪મા વર્ષમાં હતું, તેના તરફથી કેટલાંક ફરમાન આવ્યાં, જે અગાઉની જેમ એની ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ દર્શાવતાં હતાં. ૧૭૦૨ માં જ્યોતિષીઓને પંચાંગ