________________
જુJ
અકબરથી ઔરંગઝેબ
[ ૮૩
બનાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો. એ જ વર્ષમાં આવેલા બીજા એક ફરમાનમાં સોમનાથ મંદિરમાં જે હિંદુઓએ પૂજાપાઠ કરવાનું ચાલુ રાખ્યું હોય તો એ મંદિરને સંપૂર્ણ નાશ કરવાનું ફરમાવવામાં આવે ૩૨ ઔરંગઝેબની સુન્ની-પરરત નીતિનો શિયાપંથી વહેારા પણ ભાગ બન્યા. ૧૭૦૩માં ઈસા અને તાજ નામના બે વહેઓને પિતાના પંથને પ્રચાર કરવા સબબ બંનેને કેદ પકડીને મુઘલ દરબારમાં મોકલવામાં આવ્યા. મને છેડાવવા માટે વહેરાઓના વડા મુલ્લાં ખાનજીએ પ્રયત્ન કર્યા અને એ માટે અમદાવાદમાં ૧,૧૪,૦૦૦ જેટલા રૂપિયા એકત્ર કર્યા, જેની માહિતી ઔરંગઝેબને મળતાં એણે પ્રાંતના દીવાન પર હુકમ મોકલાવ્યો. એમાં મુલ્લાને અને એમના સાથીઓને કેદ કરી એકત્ર કરેલ ભંડોળ અને એમના ધર્મપ્રચાર માટેનાં તમામ પુસ્તકો સાથે મોકલી આપવા હુકમ કર્યો. વધુમાં એ પણ કહ્યું કે અમાવાદ અને પરગણાના વારા લોકોનાં સંતાનોને અને એમની જાતિના પુખ્તવયના લોકોને સુન્ની પંથનાં ધર્મવચનોનું શિક્ષણ આપવા પ્રબંધ કરવો અને એ માટેના ખર્ચે એમની પાસેથી વસૂલ લેવો.
અમદાવાદમાં શાહી કારખાનામાં જે સુંદર કલામય કામગીરીવાળાં રેશમભરતવાળાં પિશાક કાપડ વગેરે તૈયાર થતાં હતાં તેને ગુજરાતની ભવ્ય કલાસિદ્ધિ ગણાવી એને જાળવવા માટે ઔરંગઝેબે ૧૭૦૩–૧૭૦૩ માં શાહજાદા આઝમશાહ પર આદેશ મોકલાવ્યો હતો. ઔરંગઝેબે પોતાના ૮૬ મા વર્ષે પિતાની જન્મભૂમિ દાહોદને યાદ કરી એના રહેવાસીઓનું કલ્યાણું કરવા અને ત્યાંના જુના ફોજદારને ચાલુ રાખવા આઝમશાહ પર એક ફરમાન મોકલાવ્યું હતું. દાહોદમાં બાદશાહના જન્મવાળા સ્થળે એક મજિદ પણ બાંધવામાં આવી હતી. - ૧૭૦૩માં મરાઠાઓને ભય સુરત પર પાછે ઊભો થયો હતો.
શાહજાદા આઝમશાહને અમદાવાદની આબેહવા માફક આવતી ન હતી તેથી એની વિનંતીથી એન ઔરંગઝેબે પાછો બોલાવી લીધો (૧૭૦૫) અને એની જગ્યાએ કાશમીરના સૂબા ઇબ્રાહીમખાન આવે ત્યાંસુધી યોગ્ય અધિકારીને હવાલો સોંપવાનું કહેવામાં આવેલું એટલે શાહજાદાએ દીવાન અબ્દુલ હમીદને હવાલે અને એ પોતાની લશ્કરી ટુકડીઓ સાથે બુરહાનપુર જવા વિદાય થયો. એની વિદાય બાદ ત્રણેક મહિનામાં ધનાજી જાદવની આગેવાની નીચે પંદર હજારનું બળવાન મરાઠા લશ્કર દક્ષિણ ગુજરાત પર ચડી આવ્યું. દીવાન અબદુલ હમીદખાનમાં મરાઠાઓને પહોંચી વળવાની લશ્કરી કુનેહ ન હતી. સુરતથી મરાઠાઓના આગમનના સમાચાર મળતાં એણે નજરઅલીખાન અને સફદરખાન