________________
૩ જુ] અકબરથી એરંગઝેબ
૮િ૧ દુરસ્તી માટે ૪,૨૫૪ રૂપિયા વપરાયા. પાટણમાં બાબા અહમદે બંધાવેલ જામી મસ્જિદને પુનરુદ્ધાર કરવા ૧,૨૦૦ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. દાહોદની મસ્જિદ, અમદાવાદમાં મુઝમપુર પરાની મજિદ અને અસાવલ ખાતેને અબુ તુરાબનો રેજો આ સમયે સમારકામ પામ્યાં.
શુજાતખાનના સમયમાં સરકારી કચેરીના ઘણા પટાવાળાઓને પગાર અપાતા નહિ હોવાથી તેઓ નાગરિકોને શેર ઓ અને ગલીઓમાં રોકતા અને એમની પાસેથી પૈસા પડાવતા, આથી ૧૬૮૮ માં બાદશાહે અધિકારીઓને પગાર વગર પટાવાળાઓને નોકરીમાં નહિ લેવા માટે અને જે પટાવાળાઓ નેકરીમાં હોય તેઓએ એવી રીતે નાણાં નહિ લેવા માટે હુકમ કર્યો. સોરઠ સૂબામાં અધિકારીઓ તરફથી અદાલતની સનદો રજૂ કરવા માટે લોકોને હેરાનગતિઓ કરવામાં આવતી અને એમની જમીને પણ જત થતી. દીવાનને પ્રસ્તુત બાબતમાં યોગ્ય રીતે તપાસ કરવા અને જપ્ત કરાયેલી જમીને પુનઃ સોંપવા હુકમ અપાય. શરાફો જે ઓછા વજનવાળા સિક્કા ચલણમાં હતા તે લેતી વખતે ભારે વટાવ લેતા હતા એ પ્રથા બંધ કરાવવામાં આવી. સિનેર પરગણા(વડોદરા જિલ્લા)માં ફોજદાર અને બીજા અમલદારો બ્રાહ્મણને ટપાલીનું કામ કરવાની ફરજ પાડતા હતા એવી બાતમી મળતાં શુજાતખાને અધિકારીઓને તેમ ન કરવા હુકમ મોકલાવ્યો (૧૬૯૬-૯૭).
શુજાતખાનના સમયમાં કેટલાંક અગત્યનાં બાંધકામ થયાં. એમાં ખંભાતમાં ૧૬૯૫માં બંધાયેલે લાલબાગ, અમદાવાદમાં ૧૬ ૯૯ માં બાહશાહતના વડા કાઝી મુહમ્મદ અકરામે બંધાવેલ મદરેસા ને ભરિજદ અને પેટલાદમાં ૧૬૯૮૯૯માં બંધાયેલી વાવ નોંધપાત્ર છે. શુજાતખાને પોતે પણ અમદાવાદમાં મદરેસા બંધાવી શિક્ષણને ઉરોજન આપવા પ્રયાસ કર્યો હતો. સુજાતખાનનું અવસાન થતાં (૧૭૦૧) ઔરંગઝેબે પિતાના ત્રીજા પુત્ર શાહજાદા આઝમશાહને ગુજરાત અને જોધપુરને સૂબેદાર બનાવ્યો. શાહ જાદે આઝમશાહ (ઈ.સ. ૧૭૧-૧૭૦૫)
શાહજાદા મુમ્મદ આઝમશાહની સૂબેદારી દરમ્યાન કેટલાક નોંધપાત્ર બનાવ બન્યા. અગાઉ કહ્યા મુજબ દુર્ગાદાસની આગેવાની નીચે બાદશાહ ઔરંગઝેબે રાઠોડે સાથે સમાધાન સ્વીકાર્યું હતું. પરંતુ અજિતસિંહને પોતાને મળેલી જાગીરથી સંતોષ ન હતું. એ મારવાડનું સમગ્ર રાજ્ય જીતી લેવા આતુર હતો. શુજાતખાનના અવસાનથી (૧૭૧) એના પર રહેલે અંકુશ જ રહ્યો.