________________
સુઘલ કાલ
[ત્ર.
તાખાના પ્રદેશની સ્થિતિ સુધારવા બનતા બધા જ પ્રયત્ન કરવા અને એકસરખે ન્યાય આપી લેાકેામાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા તેમજ વહીવટની આકરી પદ્ધતિથી બચવા જમીતેા ત્યજી દઈ નાસી જતા લોકાને રાકવા એને અનુરાધ કરવામાં આવ્યા. સરદાર ખાતે ૧૬૮૪માં પેાતાનું અવસાન થતાં સુધી એ પદ સંભાળ્યું
૭૪
ઔર'ગઝેબે મુઘલ સામ્રાજ્યના વહીવટ માટે ઘણાં રમાન બાહર પાડયાં હતાં તેમાંનાં બારેકથી વધુ શાહી કમાન * મિરાતે અહમદી'માં પૂર્ણ વિગતે આપવામાં આવ્યાં છે, જે ગુજરાતને લગતાં ડેાવાથી વિશેષ ધ્યાનપાત્ર બની રહે છે. એક ક્રમાન(નવેમ્બર ૨૦, ૧૬૬૫)માં સંખ્યાબંધ ગેરકાનૂની વેરા વર્ણવી એની નાબૂદી માટે આદેશ આપવામાં આવ્યા છે. એ વેરા શાહી સૂચના વિરુદ્ધ સૂબાના અધિકારીઓએ નાખેલા હતા એમ એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે, એ વેરા શહેર અને ગામની પ્રજા માટે ભારે મજારૂપ હેાવા જોઈએ.
ઔર ગઝેબે ગુજરાતની પ્રજાના સામાજિક અને ધાર્મિક ઉત્સવેા સામે મનાઈ રમાવી હતી. પાંચમ અમાસ અને એકાદશીના દિવસે હિંદુએ પેાતાની દુકાના બંધ રાખે છે તે ખેાટુ' છે, કારણ કે એનાથી વસ્તુએની ખરીદ-વેચણીમાં અગવડ પડે છે, એથી દુકાનેા બધા વખત ખુલ્લી રહે એ માટે અધિકારીઓને તકેદારી રાખવા માન્યું. અમદાવાદ શહેર અને એનાં પરગણાંમાં દિવાળીની રાતે કરવામાં આવતી રાશની અને હેાળીના તહેવારમાં પ્રગટાવવામાં આવતી હોળી અટકાવવા ખાસ અનુરેાધ કરાયા હતા. શાહી અધિકારીઓને હુકમ. કરાયા હતા કે જે કેટલાક કારીગરા હાથી-ઘેાડા જેવાં પૂતળાં બનાવી ઈદ અને શોખરાત જેવા પ્રસંગેાએ વેચે છે તે અટકાવવું અને એ બનાવવાની મનાઈ કરવી. ૧૬૬૫ માં એક ફરમાનથી બાદશાહતમાં ચીજવસ્તુએ।ના વેચાણ પર લેવાતી આબકારી જકાત એકસરખા ધોરણે દાખલ કરવામાં આવી.
૧૬૬૮ માં મહાબતખાનને પરત મેલાવાયા અને એની જગ્યાએ ઔરંગઝેબે પેાતાના વિશ્વાસુ સેનાપતિએમાંના એક બહાદુરખાન ( ખાનજહાં કાકા), જે અલાહાબાદના સૂબેદાર હતા, તેને નીમ્યા.
અહાદુરખાન (ઈ.સ. ૧૬૬૮-૭૦)
બહાદુરખાનને વહીવટ લગભગ અઢી વષૅ ચાલ્યેા. ૧૬૬૯-૭૦માં પશ્ચિમ કાંઠાના જજિરાના સીદી શાસકને સુરત ખાતેના મુઘલ નૌકાદળને કપ્તાન નીમવામાં આવ્યેા. આમ સુરત શહેર અને સીદીના સંબંધ ચાલુ થયા, જે ૧૭૫૯ સુધી ચાલુ રહ્યા.