________________
૩જુ ]
અકબરથી રંગઝેબ
[૭૩
હુકમ કરતાં કુબુદ્દીને મોટા લશ્કર સાથે નવાનગર પર ચડાઈ કરી. નવાનગરથી લગભગ બાર માઈલ દૂર શેખપાટ ગામે બંને પક્ષો વચ્ચે લડાઈ થઈ, જેમાં જામ રાયસિંહ માર્યો ગયો (ફેબ્રુઆરી, ૧૬૬૩). કુબુદ્દીને સતાજીને ગાદી પર આરૂઢ કર્યો. સાથોસાથ શાહી ફરમાન હેઠળ નવાનગરને “ઇસ્લામનગર” નામ આપવામાં આવ્યું અને એ રાજ્ય તથા હાલાર પ્રદેશમાં આવેલા એના તાબાના પ્રદેશ સહિત એને સૌરાષ્ટ્રમાં આવેલા શાહી પ્રદેશના ભાગરૂપ બનાવવામાં આવ્યું.
૧૬ દરમાં મહારાજા જશવંતસિંહને પરત બોલાવવામાં આવ્યો અને નવા સૂબેદાર તરીકે મહાબતખાનને મોકલવામાં આવ્યો.
મહાબતખાન (ઈ.સ. ૧૬૬-૬૮)
મહાબતખાનના સમયમાં ઈડર પરગણામાં માથાભારે કાળીઓ અને બંડખાર લોકોએ મોટો ઉપદ્રવ મચાવ્યો, તેથી એને ડામી દેવા ભરૂચના ફેજદાર સરદારખાનની ઈડર બદલી કરવામાં આવી. એ સમયે ઉત્તર ગુજરાતમાં એક સાહસિક બલૂચે પિતાને દારા શુકલ તરીકે ઓળખાવી વિરમગામ અને ચૂંવાળની આજુબાજુના જિલ્લામાં પોતાના ટેકેદારોનો વર્ગ ઊભો કર્યો. આ પ્રદેશમાં માથાભારે કાળીઓ બલૂચની સાથે જોડાયા અને એને રક્ષણ આપ્યું, તેથી જ મહાબતખાને જાતે કૂચ કરી બલૂચને નસાડી મૂક્યો, અને કોળીએ અને એમના સરદારનો પીછો કર્યો. ૨૯ ઉત્તર ગુજરાતની આ ભયંકર વિદ્રોહી સ્વભાવની જાતિઓને અંકુશમાં રાખવા નવા ફેજદાર તરીકે બહાદુરખાનના પુત્ર શેરખાન બબીની ચૂંવાળના ફેજદાર તરીકે નિમણૂક કરવામાં આવી અને એને ૭૦૦ નું અશ્વદળ આપવામાં આવ્યું.
૧૬૬૪ ના જાન્યુઆરીમાં શિવાજીએ સુરત પર પ્રથમ વાર ચડાઈ કરીને સુરતનું સમૃદ્ધ બંદર લૂંટયું. શિવાજીના ગયા બાદ મહાબતખાન પોતાના તાબા નીચેની સરકારના ફોજદાર અને એમની સેનાઓ સાથે સુરત આવી પહોંચ્યો, પણ એ શિવાજીનો પીછો કરી શકે એમ ન હતું. ત્રણ મહિના સુરતમાં રોકાઈ એ બાજુના હિદુ જમીનદારો પાસેથી ત્રણ લાખ રૂપિયાની પેશકશ ઉઘરાવી મહાબતખાન અમદાવાદ પાછો ફર્યો.
સૌરાષ્ટ્રના લેકેની કુબુદ્દીનખાન વિરુદ્ધ ઘણી ફરિયાદો દિલ્હી પહોંચી હોવાથી એને દૂર કરી એને સ્થાને સરદારખાનને મૂકવામાં આવ્યો. સરદારખાનનાં કુશળ વહીવટ અને વફાદારી માટે ઔરંગઝેબને ભારે માન હતું. નવેમ્બર, ૧૬૬૪ માં સરદારખાનને એક ફરમાન મેકલવામાં આવ્યું હતું, જેમાં એને એના