________________
અમદાવાદ : ગુજરાતનું મશહુર પાટનગર શહેરને વિકાસ
અહમદશાહે ભદ્રને કિલ્લે બાંધવા માંડયો ને બીજા જ વર્ષે એ કિલ્લાથી પૂર્વમાં થોડે અંતરે શહેરની મુસ્લિમ જનતા માટે જુમા મસ્જિદ બંધાવવી શરૂ કરી એ ૧૨ વર્ષે હિ. સ. ૮૨૭(ઈ.સ. ૧૪૨૪) માં પૂરી થઈ. એ અમદાવાદની મોટામાં મોટી અને સહુથી ભવ્ય મજિદ છે. એની પૂર્વે અહમદ શાહનો રોજો બંધાયે. એની ચારે બાજુએ બજાર હતું. માણેકકનું ચૌટું શહેરના ચારે બાજુથી આવતા રસ્તાઓનું કેન્દ્રસ્થાન હતું. ત્યાંથી એક સીધો મહામાર્ગ ઉત્તરદક્ષિણ જતો, જ્યારે ત્રણ દરવાજાથી આવતો મહામાર્ગ માણેકચોકની ઉત્તર બાજુએ અટકતો હશે ને ત્યાંથી સારંગપુર તરફ જતો મહામાર્ગ માણેકચોકની દક્ષિણ બાજુએથી નીકળતો હશે એવું માલુમ પડે છે. • પાંચકૂવા દરવાજો તથા પ્રેમ દરવાજો અને વિચી રોડ (ગાંધીમાર્ગ) તથા રિલીફ રોડ (ટિળક માગ) નવા હેઈ, અસલ અમદાવાદનું આયોજન એ બે માર્ગ વિના વિચારવું ઘટે. આગળ જતાં આ ચાર મહામાર્ગો ઉપરાંત ત્યાંથી ઉત્તરપૂર્વે બે ત્રાંસા માર્ગ અને દક્ષિણપૂર્વે એક ત્રાસો માર્ગ પણ જતો એવું જણાય છે. ૧૧ આમ અમદાવાદ શહેર પૂરેપૂરું નથી સ્વસ્તિક પ્રકારનું નગર–આયોજન ધરાવતું કે નથી સર્વતોભદ્ર પ્રકારનું ધરાવતું.૧૨
માણેકચોકમાં આવેલી મુહરપળ એ શહેરમાં સ્થપાયેલી પહેલી પોળ હોવાનું મનાય છે. એ અનુસાર અહમદશાહે શહેરની મધ્યમાં વેપારીઓને વસાવ્યા ગણાય. ૧૩ શહેરના માર્ગો, પિળો અને મહેલાઓમાં સમય જતાં ઘણા ફેરફાર થતા રહ્યા છે, તેથી સલતનત સમયના નગરનું આયોજન નક્કી કરવું મુશ્કેલ છે વળી કયારે કયા વર્ગના લેક કયા મહેલ્લામાં વસ્યા હશે એ પણ હાલ જાણવા મળતું નથી.
અહમદશાહે પિતા રેજો જુમા મસ્જિદની પૂર્વ બાજુએ બંધાવ્યો હતો. એ “બાદશાહને હજીરો' કહેવાય છે. એમાં સુલતાન અહમદશાહની, એના પુત્ર મુહમ્મદશાહની અને પૌત્ર કુબુદ્દીન અહમદશાહની કબરો આવેલી છે. બાદશાહના હજીરાની પૂર્વ બાજુએ “રાણીને હજીરો” આવેલું છે. આ હજીરો પણ અહમદશાહે બંધાવ્યા લાગે છે. ૧૪
દિલ્હી ચકલામાં આવેલી કુબુદ્દીનની મોટી મસ્જિદ સુલતાન મુહમ્મદશાહ ૧ લાના સમયમાં હિ. સ. ૮૫૩(ઈ.સ. ૧૪૪૯)માં બંધાઈ હતી.
અમદાવાદની દક્ષિણ પૂર્વે આવેલું કાંકરિયું તળાવ સુલતાન કુબુદીને બંધાવેલું “હેજે કુબ” (ઈ.સ. ૧૪૫૧) છે. એ ૩૪ કણનું મોટું તળાવ છે. બકરચલમાં