SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સલ્તનત કાલ 9િ. બાગે નગીના” છે, જેને હાલ નગીના વાડી' કહે છે. તળાવની બાજુમાં સુલતાને “ધટામંડળ” નામે મહેલ બંધાવ્યો હતો. ગોમતીપુર પાસે રાજપુરહીરપુરમાં આવેલી હાલતા મિનારાની મસ્જિદ' કુબુદ્દીને હિ. સ. ૮૫૮ (ઈ.સ. ૧૪૫૪) માં બંધાવેલી સુંદર મસ્જિદ છે. મહમૂદ બેગડાના અમલ દરમ્યાન અમદાવાદમાં અનેક સુંદર ઇમારત બંધાઈ જેમકે મિરઝાપુરમાંની રાણી રૂપવતીની મસ્જિદ, શાહીબાગમાં આવેલો દરિયાખાને ઘુમટ, અસારવા પાસે હરીપુરમાં બાઈ હરીરે બંધાવેલી વાવ (ઈ.સ. ૧૪૯૯) અને મજિદ વગેરે. આ ઇમારતોનાં સ્થાને પસ્થી મહમૂદશાહ બેગડાના સમય સુધીમાં અમદાવાદની વસ્તી વત્તા ઓછા પ્રમાણમાં કેટ વિસ્તાર ઉપરાંત શાહીબાગ અસારવા રખિયાલ રાજપુર-હીરપુર કાંકરિયા અલીમપુર અને ઉસમાનપુર સુધી રહેતી હોવાનું માલુમ પડે છે. મહમૂદશાહ બેગડાએ પાવાગઢ જીત્યા પછી વર્ષનો ઘણે ભાગ ચાંપાનેરમાં રહેવા માંડયું, આથી હવે અમદાવાદ માટે પણ નાઝિમ નીમવાની જરૂર રહેતી. મહમૂદશાહના અમીરો પૈકી દરિયાખાને દરિયાપુર, મલિક સારંગે સારંગપુર, મલિક અલીમે (રસુલાબાદ પાસે) અલીમપુર (ઇલમપુર), મલિક હાજી બહાઉદ્દીને શાહપુર બહાર હાજીપુર, મલિક કાળુએ કાળુપુર, મલિક ઈસને ઈસનપુર, તાજખાન સાલારે તાજપુર અને હિંદુ અમીર રાયરાયાએ પ્રાય: રાયપુર અને રાયખડ નામે પરાં વસાવ્યાં હતાં. સુલતાનની ધાવ હરીરબાઈએ હરીરપુર વસાવ્યું, મંત શાહઆલમ સાહેબે રસુલાબાદ વસાવ્યું. વટવાના કુતુબે આલમના શિષ્ય સૈયદ ઉસ્માને ઉસ્માનપુર વસાવ્યું. કાળુપુર પાસે ભંડેરી નામે પડ્યું હતું. બધાં પરાંઓ અને રાજગઢને આવરી લેતા શહેરને ફરતો કોટ મહમૂદશાહ બેગડાએ હિ. સ. ૮૯૨ (ઈ.સ. ૧૪૮૬)માં બંધાવ્યો. આ કોટના અસલ સ્વરૂપમાં સમય જતાં ફેરફાર થયા કર્યા છે. તાજપુર વગેરે પુરો નગર-આયોજનપૂર્વક વસ્યાં નથી તેથી આ શહેરની દક્ષિણમાં આરતડિયા દરવાજાથી ખાંચો પાડીને તાજપુર-જમાલપુરને સમાવાય એમ કોટની દીવાલ દક્ષિણે વધુ આગળ લેવી પડી છે. સતત સમયના દસ્તાવેજો જોતાં એમાં ઢીંકવા, હાજા પટેલની પિળ અને નીશાપાડાના ઉલ્લેખ છે૧૫ ખાડિયા પણ મુઘલકાલ પહેલાંનું હોય એમ લાગે છે, ૧૪ તારીખે અહમદશાહી'(૧૫ મી સદી)ના લેખક કવિ હુલ્લી શીરા ગાયું છે કે આબાદ થયેલું એ નવું શહેર ધરતીના મુખ પરના સુંદર શ્યામ તલ જેવું શોભી ઊઠયું; નવું શહેર એવું થયું કે જેની જોડી એ જમાનામાં આસમાને જોઈ નહેની,૧૭,
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy