________________
કી.
સલ્તનત કોલ
.
કહ્યો છે.૮ અણહિલવાડ પાટણના કિલ્લાને ભદ્ર' કહેતા તેના પરથી અમદાવાદના આ રાજગઢને પણ લેકે “ભદ્ર' કહેતા. સમય જતાં આ કિલ્લાના સ્વરૂપમાં ઘણ સુધારાવધારા થયા છે. છેવટના ભાગમાં એને આઠ દરવાજા હતા. પૂર્વમાં બે મોટા દરવાજા હતા. એમાંના મુખ્ય દરવાજાને “પીરાન પીરને દરવાજો કહેતા. હાલ એ ભદ્રના દરવાજા' તરીકે ઓળખાય છે. આ દરવાજાથી ઉત્તરે આગળ જતાં એ હરોળમાં બીજે દરવાજો હતો તે લાલ દરવાજે. હાલ એ દરવાજાની દક્ષિણ બાજુની દીવાલ જ મોજૂદ રહી છે, જે સીદી સઈદની ભરિજદની દક્ષિણે પડતા માર્ગની સામી બાજુએ આવેલી છે.
ભદ્રને કિલ્લો પશ્ચિમે નદીના તટ સુધી હતો. અસલ બાદશાહી મહેલ નદીના કિનારે હતે. મિરાતે અહમદી' આ કિલ્લાની પૂર્વ પશ્ચિમ લંબાઈ ૪૮૭ ઇલાહી ગજ અને ઉત્તરદક્ષિણ પહોળાઈ ૪૦૦ ઈલાહી ગજ હોવાનું જણાવે છે કિલ્લાનું ક્ષેત્રફળ ૪૩ એકર હતું. એને ૧૪ બુરજ હતા. પહેલાં એલિસ પુલ આ કિલ્લાના દક્ષિણ પશ્ચિમ ખૂણાની બહાર હતો, તે તૂટી ગયા પછી નવો પુલ કોટ તેડીને માણેક બુરજની ઉત્તરે કરવામાં આવ્યો. સીદી સઈદની મસ્જિદ લાલ દરવાજાની ઉત્તરે કેટ તોડીને બાંધવામાં આવી હતી.
ભદ્રકાળીના મંદિરની દક્ષિણે આવેલે આઝમખાંને મહેલ ગુજરાતના સૂબા આઝમખાંએ ૧૬૩૭ માં ભદ્રના દરવાજાની દક્ષિણ બાજુની દીવાલ તોડીને બાંધ્યો હતો. ભદ્રકાળીનું મંદિર આ મહેલની ઉત્તર પાંખમાં મરાઠા કાલમાં કરેલું છે. આઝમખાંને મહેલ ભદ્રના કિલ્લાની પૂર્વ દીવાલ કરતાં આગળ આવી જવાથી કિડલાના મુખ્ય દરવાજાની આગળ બીજે દરવાજો ઉમેરવામાં આવ્યો.
ભદ્રના કિલ્લામાં આવેલી અનેક ઈમારત હાલ નામશેષ થઈ ગઈ છે. સલતનત સમયની ઇમારતોમાં અહમદશાહની મરિજદ યથાતથ જળવાઈ રહી છે. અહમદશાહે ભદ્રના કિલ્લાની સાથે આ મસ્જિદ બંધાવવા માંડેલી, તે ઈ.સ. ૧૪૧૪ ના ડિસેમ્બરની ૧૭ મી તારીખે પૂરી થઈ હતી.
નદી કિનારાથી ભદ્રના દરવાજાવાળી દીવાલ સુધી વિસ્તરેલા આ કિલ્લાની આગળ મોટું ગાન હતું, એને “મેદાને શાહ” કહેતા. એની ઉત્તરદક્ષિણ લંબાઈ ક૨૦ વાર અને પૂર્વપશ્ચિમ પહોળાઈ ૩૭૦ વાર હતી. મેદાનમાં મોટે હેજ-ફુવારો હતો ત્યાં બેસી બાદશાહ શુક્રવારની ગુજરી જોતા. આ મેદાનમાં અમલદારે ચગાનની રમત રમતા. મેદાનની પૂર્વે ત્રણ દરવાજા આવેલા છે, ત્યાંથી શહેરમાં જવાય છે. આ દરવાજા અહમદશાહે શહેર વસાવ્યા પછી થોડા વખતમાં જ બંધાવ્યા હતા.