________________
૪ થું]
અમદાવાદઃ ગુજરાતનું મશહૂર પાટનગર
અમદાવાદની સ્થાપના
કહે છે કે અહમદશાહે આ નવું શહેર વસાવવા માટે શેખ અહમદ ખટ્ટ મારફતે પેગંબર એલીઝ અથવા અલ ખિજુર ખ્વાજાની પરવાનગી માગી ત્યારે જેમણે બપોરની નમાઝ કદી પાડી ન હોય એવા ચાર અહમદ ભેગા થઈ ખાતમુહૂર્ત કરે તો શહેર આબાદ થાય એવી આગાહી થઈ શેખ અહમદ ખટ્ટ અને સુલતાન અહમદશાહ એ આવા બે પાક અહમદ હતા. ગુજરાતમાં શોધ કરતાં એવા બીજા બે અહમદ પણ મળી આવ્યા : કાજી અહમદ અને મલેક અહમદ શહેરની ખાત-વિધિમાં આ ચાર અહમદ ઉપરાંત ૧૨ બાબાઓનો પણ સાથ હતો. કોટ(રાજગઢ)ની દીવાલના પાયામાં પહેલી ઈટ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મુકાઈ ને ત્યાં માણેક બુરજ નામે બુરજ થયો, જે હાલના એલિસ પુલના પૂર્વ છેડાની દક્ષિણે આવેલ છે. આ બુરજનું નામ “માણેકબુરજ અને શહેરના મુખ્ય ચોકનું નામ “માણેકચોક માણેકનાથ નામે બાવાના નામ પરથી પડયું જણાય છે. માણેકચોકમાં માણેકનાથની સમાધિ છે એ પરથી ત્યારે અમદાવાદ પાસે માણેકનાથ નામે નામાંક્તિ સાધુ થયા હોવાનું સંભવે છે. આમ અમદાવાદની સ્થાપના રાજગઢથી અને રાજગઢની સ્થાપના નીત્ય બુરજથી થઈ ને એ બુરજ માણેકબુરજ” નામે ઓળખાયા. અહમદશાહે આ સ્થાનને આબાદ (વસ્તીવાળું) કર્યું તેથી એનું નામ “અહમદાબાદ” પાડવામાં આવ્યું. ગુજરાતીમાં એનું તદ્દભવ રૂ૫ અમદાવાદ' થયું. હિંદુ લેખકે એને “રાજનગર” અને “શ્રીનગર” તરીકે પણ ઓળખાવતા. સ્થા પનાને સમય
અમદાવાદની સ્થાપના માટે મધ્યકાલીન સાહિત્યમાં જુદા જુદા સમયનિર્દેશ સૂચવાયા છે તે પૈકી બે સ્વીકાર્ય ગણાયઃ ૧. મુસ્લિમ તારીખ પ્રમાણે હિ. સ. ૮૧૩ ના ઝિલકાદ મહિનાની ૨ જી તારીખ અને ગુરુવાર (તા. ૨૬ મી ફેબ્રુઆરી, ઈ.સ. ૧૪૧૧) અને ૨. હિંદુ અનુશ્રુતિ પ્રમાણે વિ. સં. ૧૪૬૮ ની વૈશાખ સુદ ૭ ને રવિવાર (તા. ૧૭મી એપ્રિલ, ઈ.સ. ૧૪૧૨). રાજગઢનું ખાતમુહૂર્ત હિ. સ. ૮૧૩(ઈ.સ. ૧૪૧૧)માં થયું લાગે છે ને એ ગઢ હિ. સ. ૮૧૫–૮૧૬(ઈ.સ. ૧૪૧૩)માં પૂરો થયા લાગે છે. તો વિ. સં. ૧૪૬૮ (ઈ.સ. ૧૪૧૨)ની મિતિ ગઢના વાસ્તુપ્રવેશની હેઈ શકે. ભાને કિલ્લો
અમદાવાદના નિર્માણનો આરંભ જે રાજગઢના બાંધકામથી થયો તે “ભદ્રને કિલ્લો' તરીકે ઓળખાય છે. મિરાતે અહમદી'માં એને “અરકને કિલો' પણ