SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : અમદાવાદઃ ગુજરાતનું મશહૂર પાટનગર ગુજરાતમાં સ્વતંત્ર સલતનત સ્થપાતાં થોડાં જ વર્ષોમાં એનું પાયતખ્ત નહરવાલા(અણહિલવાડ પાટણ)ને બદલે અહમદાબાદ(અમદાવાદ)માં રાખવામાં આવ્યું. પાયતખ્ત સહતનતના અંત સુધી ત્યાં રહ્યું તેમજ મુઘલકાલ તથા મરાઠાકાલ દરમ્યાન ગુજરાતનું વડું મથક પણ ત્યાં જ રહ્યું. ત્યાર પછીય ગુજરાતનું સહુથી મોટું અને મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર અમદાવાદ રહ્યું છે. સ્થાનની પસંદગી જેમ અણહિલપાટક સરસ્વતીને તીરે પ્રાચીન લાખારામના સ્થાન પર વસાવવામાં આવ્યું હતું તેમ અહમદાબાદ સાબરમતીના તીરે પ્રાચીન આશાપલી(અસાવલ)ની બાજુમાં વસાવવામાં આવ્યું હતું.' દિલ્હી સલ્તનતના અમલ દરમ્યાન અસાવલ ગુજરાતનું એક મહત્વનું નગર ગણાતું. અલાઉદ્દીન ખલજીની ફોજે અણહિલવાડથી સેરઠ તરફ કૂચ કરી ત્યારે પહેલું થાણું અસાવલમાં નાખ્યું હતું. મુહમ્મદ તુગલુક ૧ લાના સમયમાં ગુજરાતના અમીરોએ બળવો કર્યો ત્યારે બળવાખોરોના આગેવાન તગીને પીછે પકડવા સુલતાન અસાવલ આવેલે ને વરસાળે લીધે ત્યાં એને એક મહિનો રોકાવું પડયું હતું. મુહમ્મદ તુગલક ૨ જાના સમયમાં ગુજરાતના નવા નાઝિમ મુઝાફરખાને નહારવાલા જતાં પહેલાં અસાવલમાં મુકામ કર્યો હતો. મુઝફરખાનના પુત્ર તાતારખાને પિતાને અસાવલમાં કેદ કરી ત્યાં પિતાની સ્વતંત્ર સલ્તનત સ્થાપી હતી. અહમદશાહે બળવાખોર અમીરોને વશ કરી ભરૂચથી પાછા ફરતાં અસાવલમાં મુકામ કર્યો હતો ત્યારે એને ત્યાંનાં હવાપાણી પસંદ પડયાં હતાં. વળી આ સ્થળ દક્ષિણ ગુજરાતને કાબૂમાં રાખવા માટે નહાવાલા કરતાં ઓછું દૂર પડે એમ હતું, આથી સુલતાને સરખેજના સંત શેખ અહમદ ખની સલાહ લઈ અસાવલી બાજુમાં નગર વસાવી ત્યાં પાયતન્ત રાખવાનું વિચાર્યું હતું.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy