SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩જુ ગુજરાત સહિતની સ્થાપના અને સ્થિરતા પિ૩. ઈ.સ. ૧૪૦૯ માં સુલતાન મુઝફરશાહે એક ફેજ અમીર ખુદાવંદખાનની સિપાહાલારી નીચે કચ્છમાં વાગડમાં આવેલા કંથકોટમાં ૧૫ રહેતી માથાભારે ટેળીઓને વશ કરવા રવાના કરી. ત્યાં વિજય મેળવી એ પાછી આવી. વૃદ્ધાવસ્થાની વિવિધ પ્રકારની નબળાઈઓને લઈને રાજ્યવહીવટ કરવામાં અશક્ત થતાં એણે અગાઉથી રાખેલા વલી અહદ અહમદખાનને ઈ.સ. ૧૪૧૦માં અહમદશાહ' ખિતાબ સાથે તખ્ત ઉપર બેસાડયો અને પોતે નિવૃત્ત થયો. એ પછી પાંચ મહિના અને તેર દિવસ બાદ એ ગુજરી ગયા (સ. ૧૪૧૧). મિરૂઆતે સિકંદરીનો કર્તા તારીખે બહાદુરીશાહીને આધાર આપી જણાવે છે કે સુલતાન મુઝફફરશાહે અસાવલમાં કોળી લેકાએ કરેલા બંડને સમાવી દેવા અહમદખાનને એક ફેજ આપી મોકલ્યો. અણહિલવાડ પાટણની બહાર જઈને એણે ખાન સરોવર નજીક છાવણી નાખી. ત્યાં એણે ઉલેમાઓની મજલિસ ભરી અને એમાં એમને પ્રશ્ન કર્યો કે જે એક બીજાને અન્યાયી રીતે મારી નાખે તો ભરનાર શખ્સના પુત્રે એના બાપના મૃત્યુનું વેર લેવું એ કાયદેસર છે કે નહિ. એમણે હકારમાં ફતવો આપે. એ પછી એ પાટણ આવ્યો અને એના દાદા મુઝફફરશાહને પકડી ઝેરનો પ્યાલો પી જવાની ફરજ પાડી. સુલતાને એ સમયે ભારે સંતાપ અનુભવ્યો ને અહમદખાનને શિખામણ આપી. એની દફનક્રિયા પાટણના કિલ્લામાં કરવામાં આવી (ઈ.સ. ૧૪૧૧). ૧૭ ઝફરશાહના પૂર્વ મુઝફરશાહ ગુજરાતને નઝમ નિમાયે ત્યારે એને “મુઝફરખાનને ઇલકાબ મળ્યો હતે. એનું મૂળ નામ ઝફરખાન હતું. એ વજીરુમુલ્કને પુત્ર હતા. વછરુમુક અને એને ભાઈ શમશેરખાન મૂળમાં ટાંક જાતિના રાજપૂત હતા. ૧૮ એમનું મૂળ નામ અનુક્રમે “સધારન અને “સાધુ હતું. તેઓએ પોતાની બહેન તુગલક શાહજાદા ફિરેઝને પરણાવી હતી. પછી તેઓએ દિલ્હીમાં વસવાટ કરે ને ઈસ્લામ ધર્મ અંગીકાર કરેલો. ૧૯ પછી ફિરોઝશાહે તખ્તનશીન થતાં તેઓને ખિતાબ આપી શાહી દરબારમાં અમીર બનાવ્યા હતા. આમ ગુજરાતના સુલતાનો મૂળમાં હિંદુ રાજપૂત હતા. સુલતાન અહમદશાહ ૧લ ઓગણીસ વરસની કાચી વયે અહમદખાન૨૦ “અહમદશાહ” ખિતાબ ધારણ કરી સુલતાન બન્યો (ઈ.સ. ૧૪૧૧).
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy