________________
પર) સલતનત કાલ
ઝિ, કાઢયો (ઈ.સ. ૧૪૦ને ફેબ્રુઆરી-માર્ચ). આમ મુહમ્મદશાહે લગભગ બે મહિના રાજ્ય કર્યું.
એ પછી ઝફરખાને તાતારખાનની દફનક્રિયા પાટણમાં કરાવી. ઉપર મુજબની લાચાર અવસ્થામાં ઝફરખાને પુત્રને મરાવી તો નાખે, પરંતુ એ પછી જીવનની છેલ્લી ઘડી સુધી એની આંખમાંથી રુદનનાં આંસુ કદી સુકાયાં ન હતાં.૧૧ સુલતાન મુઝફરશાહ ૧ (ઈ.સ. ૧૪૦૭થી ૧૪૧૧)
તાતારખાનના અવસાન પછી ત્રણ વરસ અને ચાર મહિનાને સમય ગુજ એ બાદ આખરે અમીરે સરદારો અને સિપાહસાલારોના આગ્રહને વશ થઈ હિ. સ. ૮૧ (ઈ.સ. ૧૪૦૭)માં ઝફરખાન મુઝફ્ફર ખાને “મુઝફફરશાહ' ૧૩ ખિતાબ ધારણ કરી, વિરપુર મુકામે શાહી નિશાનો ધારણ કરી પોતાના નામની સિક્કા પડાવ્યા. આમ જાહેર રીતે એ સ્વતંત્ર સુલતાન થશે.
એ પછી સુલતાન મુઝફફરશાહે તાતારખાનના પુત્ર અહમદખાનને પિતાને વલ અહદ “ (રાજ્ય-વારસ) નામે અને એને રાજ્યવહીવટની તાલીમ આપવા માંડી.
ગુજરાતમાં આ બન્યું તે દરમ્યાન માળવાના સુલતાન દિલાવરખાન(ઈ.સ. ૧૪૦૧-૧૪૦૫)ને એના શાહજાદા અ૯પખાને ઝેર અપાવી મારી નખાવ્યા હતા અને એ પોતે “દૂશંગશાહ ખિતાબ ધારણ કરી તખ્ત ઉપર બેઠો હતો. એ દિલાવરખાન સુલતાન મુઝફફરશાહને મિત્ર હતા, આથી પિતાની તખ્તનશીની પછી એટલે કે ઈસ. ૧૪૦૭ના સપ્ટેમ્બર-ઓકટોબરમાં મુઝફફરશાહે માળવાના પાયતખ્ત ધાર ઉપર ચડાઈ કરી સુલતાન દૂશંગશાહને હરાવ્યા અને ગિરફતાર કર્યો. ૧૪ એ પછી પોતાના ભાઈ નુસ્મત ખાન એટલે કે શરૂખાન દમદાનીને એણે ત્યાંને શાસક ની. એણે માળવામાં એ તો કેર વર્તાવ્યું કે લોકો એને નફરત અને ધિક્કારની નજરે જોવા લાગ્યા. લશ્કરે એને ત્યાંથી તગેડી મૂક્યો અને મૂસાખાન નામના, દૂશંગશાહના પિતરાઈ ભાઈને એના
સ્થાને શાસક નીમ્યો. એ પછી દૂશંગશાહે માફી માગી અને આજીજી કરી. તદુપરાંત એના પુત્ર મુહમ્મદશાહની સિફારને લક્ષમાં લઈ સુલતાને વલી અહદ અહમદખાનને માર્ગદર્શન આપી દૂશંગશાહને ફરીથી માળવાના તખ્ત ઉપર સ્થાપિત કરવા મોકલ્યા. સફળતાપૂર્વક સેપેલી કામગીરી અદા કરી એ અણહિલવાડ પાટણમાં પરત આવ્યા (ઈ.સ. ૧૪૦૮).
આ દરમ્યાન મુઝફરશાહે દિલ્હીના સુલતાન મહમૂદશાહની મદદે દિલ્હી લશ્કર મોકલ્યું, પણ તેવામાં ઈબ્રાહીમશાહે દિલ્હીને ઘેરે ઉઠાવી લેતાં મુઝફરશાહનું લશ્કર પાટણ પાછું ફર્યું.