________________
સલ્તનત કાલ
પિતરાઈઓને બળ
સુલતાન મુઝફફશાહે પિતા હયાત પુત્રોના હક્કની અવગણના કરીને આ પૌત્રને વારસ ન હતો, તેથી ફરેઝખાન, હૈબતખાન, સઆદત ખાન અને શેરખાન નામના એમના ચાર પુત્ર (એટલે કે અહમદશાહના ચાર કાકા) અને પૌત્રો બળવો કરે એ સ્વાભાવિક હતું. તેઓ પૈકીને વડા ફરેઝખાન તથા એના પુત્ર મેદે બળવો કરવાનું કાવતરું રચવામાં આગળ પડતો ભાગ લીધે. એમને સાથ આપનારાઓમાં જીવણદાસ ખત્રી અને પ્રયાગદાસ નામના હિંદુ સરદાર પણ હતા.૨૧
માળવાને સુલતાન દૂશંગશાહ સુલતાન અહમદશાહની મુશ્કેલીઓને લાભ લેવા આતુર હતા, તેથી, કેટલાક આધાર મુજબ, સુલતાન અહમદશાહે એને પિતાની મિકે બેલાવ્યો ત્યારે એણે એની વિન ડીની અવગણના કરી, જ્યારે બીજા કેટલાક આધાર મુજબ, બળવાખોરોએ સાથે મળી સુલતાન દૂશંગશાહને દર કુચે મોટી રકમ ખર્ચ પેટે આપવાની કબૂલાત કરીને પોતાની મદદે બોલાવ્યો.૨૨ તદુપરાંત તેઓએ ગુજરાતના જમીનદારોને ઘેડા અને પોશાક ભેટ તરીકે મોકલીને પોતાની સાથે જોડાવાને પેગામ પાઠવ્યા. ફિરોઝખાને એ બળવાની નેતાગીરી લીધી અને એણે જીવણદાસને પિતાનો વજીર ની ૨૩ એ સર્વેએ સાથે મળી એક લશ્કર ભેગું કર્યું અને ખંભાત તરફ કૂચ કરી. એ પછી તેઓ ભરૂચ તરફ આગળ વધ્યા. જીવણદાસ ખત્રીને વિચાર પાટણ ઉપર આક્રમણ કરવાનું હતું. એ બાબતમાં અમીરોમાં માંડ મતભેદ પડયો અને ઝઘડા થયા તેમાં જીવણદાસ ખત્રી માર્યો ગ.૨૪ એમાં ઘણાંખરાં સૈન્ય એમનો પક્ષ છોડી દઈને સુલતાનને જઈમળ્યાં, આથી સંઘ તૂટી ગયો. ફરેઝખાને ભરૂચ તરફની કૂચ ચાલુ રાખી, સુલતાન અહમદશાહ પણ એ દિશામાં આગળ વા. ભરૂચ પહોંચી કિલ્લાને ઘેરે ઘાલે અને જે અમી રો અને બળવાખોરોના કબજામાં ભરૂચના કિલ્લાનો કબજો હતો તેમના ઉપર એણે સમાધાનકારી પત્રો લખ્યા ૨૫ જેના પરિણામે બળવાખોરે શરણે આવ્યા. એમને માફી આપીને સુલતાને ફિરોઝખાનની જાગીર, જે વડોદરામાં હતી તે, બદલી નવસારીમાં આપી અને કોઈ પણ પ્રકારની વેરવૃત્તિ રાખ્યા વિના અન્ય બળવાખોર અમીરોને પણ એમની જાગીરોમાં મેકલી આપ્યા.
સુલતાન દૂશંગશાહ માટે એ બળવો નિરાશાજનક નીવડ્યો, કારણ કે મુશ્કેલી દૂર થઈ ગયા બાદ એ ગુજરાતમાં આવ્યો. એણે અહમદશાહની ઉત્તર