________________
૩૮]
સતનત કાલ
કિ.
અને ગુજરાતમાં મોટા પ્રમાણમાં જાગીર ધરાવતો હતો. એ આ પ્રદેશમાં લાંબે સમય રહ્યો હોવાનું જણાતું નથી, પરંતુ એ પિતાના નાયબ મારફત અહીને વહીવટ કરતો રહ્યો હતો. સુલતાન ફિરોઝશાહ તુગલક
સુલતાન મુહમ્મદશાહના અવસાન પછી એનો પિતરાઈ ભાઈ ફીરોઝશાહ તખ્તનશીન થયો (ઈ.સ. ૧૩૫૧). નાઝિમ નિઝામુલમુક (ઈ.સ. ૧૩-૧૩૬૨)
ફિરોઝશાહના સમયમાં નિઝામુમુક ગુજરાતના નાઝિમ તરીકે ચાલુ રહ્યો લાગે છે. એના સમયમાં મલેક તર્ગી ઠઠ્ઠાથી આવીને ગુજરાતમાં રહ્યો. નાઝિમ નિઝામુમુકે એને બરાબર સામનો કર્યો અને મલેક તગી માર્યો ગયો (ઈ.સ. ૧૩૫૧).
ઈ.સ. ૧૫૭ માં મુઘલેએ ગુખરાતનું મેદાન ખાલી જોઈ એના ઉપર આક્રમણ કર્યું, પરંતુ એમનામાંના કેટલાક પાણીની અછતથી કચછના રણમાં ખતમ થઈ ગયા અને કેટલાકને શાહી સૈનિકોએ ખતમ કરી નાખ્યા. આ રીતે નિઝામુમુલ્કના સમયમાં ગુજરાત લૂંટના ભયમાંથી મુક્ત રહ્યું.૪૧
નહરવાલામાં આ નાઝિમે હિ.સ. ૭૫૯(ઈ.સ. ૧૩૫૭-૫૮)માં એક મસ્જિદ બનાવરાવી. મલેક તગીને આશ્રય આપનાર સુમરાઓ પર વેર લેવા હિ.સ. ૭૬૩
ઈ.સ. ૧૩૬૧૪૨) માં હયદળ ગજદળ તેમજ હાડીઓના કાફલા સહિત જંગી લશ્કર લઈ સુલતાન ફીરોઝશાહે રાજધાની ઠઠ્ઠા ઉપર આક્રમણ કર્યું. એને સામનો ત્યાંના જામે૪૩ એટલું જ શક્તિશાળી સૈન્ય લઈ કર્યો. એ વખતે દુકાળ અને મહામારીને લઈને ૪ સુલતાન ફીરોઝશાહને ભારે નુકસાન થયું, એની છાવણીમાં ખાદ્ય-સામગ્રી ઘટી ગઈ અને પા ભાગનું હયદળ રોગનું બેગ બન્યું, આથી ઉમરાવતી સલાહથી લશ્કરી બળ ફરીથી મેળવવા બચેલા સૈનિકે સાથે ગુજરાત તરફ એણે પ્રયાણ કર્યું. એમાં સિંધી ભેમિયાઓએ કચ્છના રણમાં એના લશ્કરને જાણી જોઈને ખોટે ભાગે દેવું. સૈનિકો દરેક પ્રકારની અછતને લઈને હેરાન પરેશાન થઈ ગયા. અંતે અનેક વિટંબણાઓ વેઠી, રસ્તામાં હજારો સૈનિકોને મરેલા છોડી ભટકતાં ભટકતાં છએક મહિના બાદ સુલતાન ગુજરાતમાં આવી પહોંચે (ઈ.સ. ૧૩૬૨ માં).
સુલતાન ફિરોઝશાહ ઠઠ્ઠામાં જામ સામે લડી રહ્યો હતો તે વખતે નિઝામુલુમુદ્રક તરફથી સાધન-સામગ્રી ત્યાં પહોંચી ન હતી, તેથી રોષે ભરાયેલ સુલતાને એને નાઝિમ પદ ઉપરથી બરતરફ કર્યો (ઈ.સ. ૧૩૬૨).૪૫