________________
૨ જુ દિલ્હી સલ્તનતના અમલ નીચે
(૩૯ નિઝામુમુલ્લે પોતાના વહીવટ દરમ્યાન ગુજરાતમાં આબાદી સુલેહશાંતિ અને સહીસલામતી જાળવવા ભગીરથ પ્રયત્ન કર્યા હતા અને નિયમિત રીતે મહેસૂલ શાહી ખજાનામાં પ્રતિવર્ષ ભરાતું રહ્યું હતું ઝારખાન ફારસી (ઈ.સ. ૧૩૬૨ થી ૧૩૭૧-૭૨)
સુલતાન ફીરોઝશાહે હવે શાહી દરબારના નામાંકિત અમીર ઝફરખાન ફારસી’ને નાઝિમ નીમે (ઈસ ૧૩૬૨).
સુલતાને ઈ.સ. ૧૩૬૩ નું આખુ ચોમાસું ગુજરાતમાં જ ગુજાર્યું અને એ દરમ્યાન ઘણેખરે સમય એ શિકારમાં રત રહ્યો હતો. એ ગાળામાં એણે ફેજી ભરતીનું કામ પણ ચાલુ રાખ્યું હતું. શસ્ત્રસરંજામને કેટલોક પુરવઠા દિલ્હીથી મગાવ્યો. સર્વ પ્રકારની તૈયારી થઈ ગયા પછી એ જ સાલે સુલતાને ઠક ઉપર આક્રમણ કરવા કૂચ કરી. નિઝામ ઝફરખાન પોતાના નાયબને આ પ્રદેશને વહીવટ મેંપી સુલતાન સાથે રહ્યો. - ઝફરખાનનું મૂળ નામ તાજુદ્દીન મુહમ્મદ હતું. એણે હિ.સ. ૭ઃ ૮(ઈ.સ. ૧૩૬૭)માં ઊના(જિ. જૂનાગઢ)માં અને હિ સં. ૭૭૨(ઈ.સ ૧૩૭૦-૭૧)માં કપડવંજમાં મસ્જિદ બંધાવી હતી. એનું મૃત્યુ હિ. સ. ૭૧(ઈ.સ. ૧૩૬૯-૭૦) માં થયું હતું. એને વહીવટ એકંદરે સારો હતો. એ કુરાનનો હાફિજ હતો.
એના વહીવટી સમયનો નોંધવા જેવો એક એવો બનાવ છે કે સુલતાન ફીશઝશાહે એક ફોજ સૌરાષ્ટ્રમાં હિ. સ. ૭૭૦(ઈ.સ. ૧૩૬૮)માં શરૂખાન અને મલેક અગ્રબુદ્દીન યહ્યાની સરદારી નીચે મોકલી હતી. શરૂખાને જૂનાગઢને તાબે કર્યું હતું. ઇઝુદ્દીન માંગરોળ (સોરઠ) પહોંચી ત્યાંના કુંવરપાલ સામે લડવ્યો હતો અને કુંવરપાલ એમાં માર્યો ગયો હતો.૪૬ ત્યાં જામે મસ્જિદને પાયો નાખવામાં આવ્યા હતા, જેનું બાંધકામ હિ. સ. ૭૮૫(ઈ.સ. ૧૭૮૩)માં પૂરું થયું હતું. શાહી ફેજ સાથે સૈયદ સિકંદર મસઊદકે નામના એક સંત આવ્યા હતા, તેમણે ત્યાં જ વસવાટ કર્યો હતો. માંગરોળના તિમિઝી સૈયદ એમના ખાનદાનમાંથી ઊતરી આવેલા છે. દરિયાખાન ઉરે ઝફરખાન ૨ (ઈ.સ. ૧૩૭૧-૭૨ થી ૧૩૭૪)
સુલતાને ઝફરખાનના અવસાન પછી એના વડા પુત્ર દરિયાખાનને એને જ ખિતાબ “ઝફરખાન' એનાયત કરી ગુજરાતને નાઝિમ નીમ્યો. એની વ્યવસ્થાશક્તિ અદ્દભુત હતી. ગુજરાતમાં સર્વત્ર શાંતિ પ્રસરી હતી. આજુબાજુના