________________
૨
]
દિલ્હી સલ્તનતના અમલ નીચે
ગયો. ગિરનારને ઘેર લગભગ એક સાલ ચાલુ રહ્યો તે દરમ્યાન સુલતાને એ પ્રદેશના તમામ ભાગોને કબજે પોતાને હસ્તક લઈ લીધે. રા'ખેંગાર એક દિવસ નાસવા જતો હતો ત્યારે જ પકડાઈ ગયો. સુલતાન સામે એને હાજર કરવામાં આવ્યો ત્યારે સુલતાને એને માફી આપી એને પ્રદેશ પરત કરી દીધા અને એ સુલતાનના ખંડિયા તરીકે ત્યાં ચાલુ રહ્યો.
સુલતાનના આ વિજયની ત્યાંની પ્રજા ઉપર ભારે અસર થઈ તમામ નાનામોટા ઠાકોરો, જમીનદારો અને રાણાઓએ એના દરબારમાં આવી નજરાણું પેશ કર્યો. સુલતાને પણ ખિલાત તેમજ અન્ય પ્રકારની ભેટસોગાદ એનાયત કરી એમને ખુશ કર્યા.૩૯
હવે સુલતાન મલેક તગી અંગેનો નિકાલ કરવાનું નક્કી કર્યું અને ઈ.સ. ૧૩૫૦ ના જનમાં એ ગિરનારથી ગોંડળ ગયા, પણ ત્યાં એ ક્ષયના રેગમાં પટકાઈ પડ્યો. આ કારણે એણે ખુદાવંદઝાદાઓ વગેરેને બોલાવ્યા. દરમ્યાન શસ્ત્રસરંજામનો પુરવઠો ચારે બાજુએથી આવવો ચાલુ રહ્યો. રમજાનના રોજા પૂરા થયા અને સુલતાન કંઈક સાજો થયે એ પછી સુલતાને નગરઠઠ્ઠાના સુમરાઓએ બળવાખોર તળીને આશ્રય આયેા હતો તેથી એમને નસિયત કરવા ઈ.સ. ૧૩૫૦ના ડિસેમ્બરમાં કૂચ માટે શાહી લશકરને હુકમ કર્યો.
ઠઠ્ઠાથી લગભગ ૧૪ કેસ જેટલા અંતરે સુલતાને છાવણી નાખી. ત્યાં એની બીમારી વધી ગઈ અને ઈસ ૧૩૫૧ ના ભાચની ૨૦મીએ એનું અવસાન થયું. ઈને બતુતા ગુજરાતમાં (ઈ.સ. ૧૩૪૨)
આફ્રિકાને મૂર પ્રવાસી ઇન્ને બત્તા સુલતાન મુહમ્મદશાહ તુગલુન્ના શાસન દરમ્યાન દિલ્હીથી દેલતાબાદ જઈ મલેક મુબિલના વહીવટ દરમ્યાન ગુજરાતમાં આવ્યો હતો. એ પહેલાં ખંભાત પહોંચ્યો હતો અને ત્યાંના ધનવાન વેપારીઓની સમૃદ્ધિ જોઈ આશ્ચર્યચકિત થયો હતો. અને બતૂતાએ ખંભાત ઉપરાંત કાવી, ગ ધાર (તા.જંબુસર), પીરમબેટ અને ઘોઘાની મુલાકાત લીધી હતી. નિઝામુલ મુલક જુના બહાદુર તુક (ઈ.સ. ૧૩૫)
સુલતાન મુહમ્મદશાહે ગુંડળથી ઠઠ્ઠા તરફ કૂચ કરી ત્યાં અમીર હુસેન બિન અમીર મીરાને ગુજરાતને વહીવટ સ હતો એમ જણાય છે. એને ખિતાબ મલેકુશશ નિઝામુમુલ્ક જૂના બહાદુર તુર્ક' હતો એ મુરતાફી હતો