SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬] સલ્તનત કાલ મિ. બીજી બાજુ સુલતાનની દખણમાં ગેરહાજરીને લઈને ત્યાંના બળવાખોર અમીરોએ દોલતાબાદના કિલ્લાને ફરીથી કબજો લીધો ને જુવાન અને મહરવાકાંક્ષી સરદાર હસન ગંગૂને સુલતાન બનાવ્યો.૩૩ એ “અબુલ મુઝફફર અલાઉદ્દીન બહમનશાહ” નામથી ઓળખાયો. એણે ગુલબર્ગને “અહસનાબાદ” નામ આપી ત્યાં પિતાનું પાયતખ્ત રાખ્યું. આ ખબર સાંભળી સુલતાન વ્યાકુળ થયો, પરંતુ એને અલાઉદ્દીન હસન ગંગુને સામનો કરવા જવાનું મુનાસિબ લાગ્યું નહિ. એમ કરવાને બદલે એણે ગિરનારને કિલે છતી લેવાનો નિર્ણય કર્યો,૩૪ કારણ કે ત્યાંના રાજા રા'ખે ગારે સોમનાથમાંના મુસલમાન હાકેમને ભગાડી મૂક્યો હતો અને એના સ્થાને ત્યાં રાજપૂતને કબજે ગઠવ્યો હતો, તદુપરાંત એણે મલેક તગીને આશ્રય આપી ત્યાં રાખી મૂક્યો હતો, આથી એણે અણહિલવાડ પાટણમાંથી પોતાની છાવણી ઉઠાવી લઈ માંડલ અને પાટડીમાં આવી માંડલમાં ચોમાસું ગાળ્યું (ઈ.સ. ૧૩૪૮). ગિરનાર જીતવા હવે એણે પ્રવૃત્તિઓ શરૂ કરી. એમાં પ્રથમ સહન કરવાનું પીરમના મોખડાજી ગોહિલને આવ્યું. પીરમ બેટની ૩૫ જીત (ઈ.સ. ૧૩૪૮-૪૯) એ સમયે મોખડાજી ગોહિલ રાજપૂત ઠાકારોમાં સૌથી વિશેષ નામાંકિત હતા. એ ભારે પરાક્રમી હતે પીરમ બેટ એની સત્તા નીચે હતો. ત્યાં પોતે બાંધેલા કિલ્લામાં રહી એ ખંભાતના અખાતમાં આવતાં જતાં વેપારીઓનાં વહાણ લૂંટતા હતા અને એમની પાસેથી ખંડણી વસૂલ કરતો હતો. એક વખત દિલ્હીના એક મોટા મુસ્લિમ વેપારીનાં સુર્વણ-રજ ભરેલાં ચૌદ જહાજ મેખડાજીએ લૂંટી લીધાં, આથી વેપારીએ સુલતાન મુહમ્મદશાહ તુગલકને ફરિયાદ કરી અને એને પરિણામે એણે આક્રમણ કર્યું. મેં ખડાજીએ એનો સામનો કર્યો અને લડતાં લડતાં એ હિ. સ. ૭૫ (ઈ.સ. ૧૩૪૯)માં ઘણું કરીને દેવાના દરવાજા આગળ માર્યો ગયો.૩૭ બેટને કબજે શાહી ફેજે પિતાને હસ્તક લીધો. આના પરિણામે સૌરાષ્ટ્રમાં ગોહિલવાડના કાંઠા ઉપર ઊના. દેલવાડા સુધી સુલતાનની સત્તા થઈ ગઈ૩૮ બરનીના જણાવ્યા મુજબ એ પછી સુલતાને ગિરનાર તરફ કૂચ કરી. શાહી ફોજની તાકાતનું માપ મળી જતાં રા' ખેંગારે મલેક તગીને સુલતાનને હવાલે કરી દેવાનું યોગ્ય માન્યું. મલેક તગીને રા'ના આ નિર્ણયની માહિતી મળી કે તરત જ એ ત્યાંથી નાસી છૂટયો અને સિંધમાં આવેલા ઠઠ્ઠા નગર તરફ નીકળી
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy