SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જુ દિલ્હી સલ્તનતના અમલ નીચે [૩૩ ખંભાતના શાંતિપ્રિય લોકોએ સદા અમીરાથી ત્રાસી જઈ સુલતાન પ્રત્યે વંફાદારી જાહેર કરી અને નગર પર બળવાખોરોનાં વારંવાર થતાં આક્રમણ સામે ઘણી ખુવારી વેઠીને પણ તેઓ ટકી રહ્યા અને બળવાખોરો ખંભાતને કબજો લઈ શકયા નહિ. ૨૭ ગુજરાતમાં બળવો થયાના સમાચાર સુલતાનને મળ્યા એ અગાઉ એણે - શેખ મુઈગ્રઝુદ્દીનની નિમણૂક ગુજરાતના નાઝિમ તરીકે કરી હતી શેખ મુઇચ્છેદ્દીન (ઈ.સ. ૧૩૪૫-૫૦), સુલતાન ગુજરાતમાં નવરવાલાના સીમાડા પર પહોંચે ત્યારે એણે શેખા મુઝઝુદ્દીનને ૨૮ આ પ્રદેશનું નાઝિમ-પદ સંભાળવા નગરમાં જવાનો હુકમ કર્યો અને સુલતાન પોતે ડભોઈ તરફ આગળ વધે. વડોદરા પાસે આવેલા પાંડુ (મેવાસ) નામના એક પહાડી સ્થળે એ પહોંચે. ભરૂચના કિલ્લાની આસપાસ બળવાખોરોએ ઘેરો નાખ્યો હતો. એ સમયે ભરૂચના કિલ્લામાં સુલતાનની ફોજ અને દેલતાબાદથી આવેલી ફેજ હતી. સુલતાને આઝમ મલેક ખુરાસાનીને ભરૂચ મોકલતા બળવાખોરોનું જોર તૂટી ગયું ને એમણે નાસભાગ કરવા માંડી. લતાબાદની ફોજે બહાર નીકળી હુમલો કર્યો. આથી બળવાખોરો વેરવિખેર થઈ ગયા. એમનામાંથી ઘણાખરા માર્યા ગયા. બળવાખેરેમાંના કેટલાક ખાનદેશ તરફ નાસી ગયા, કેટલાક બાગલાણના રાઠોડ રાજા માનદેવને શરણે ગયા. ૨૯ એણે એમને કેદ કરી લીધા અને એમનો માલસામાન પણ છીનવી લીધો. ભરૂચના સદા અમીરોની એકસામટી કતલ કરવામાં આવી. પછી થોડા વખતમાં સુલતાને ભરૂચ આવી ત્યાં મુકામ નાખ્યો (નવેમ્બર, ૧૩૪૫). ભરૂચમાં રહી સુલતાને તોફાની તત્વોને ખતમ કરવા અને વહીવટ વ્યવસ્થિત કરવા તરફ ધ્યાન કેંદ્રિત કર્યું. ભરૂચ ખંભાત અને લગભગ આખા ગુજરાતના પ્રદેશનું લાંબા સમયથી બાકી રહેલું મહેસૂલ વસૂલ કરી લેવાનું ફરમાન એણે બહાર પાડ્યું. એના અમલ માટે એવો તો જુલમ કરવામાં આવ્યો કે પ્રજા ત્રાસી ગઈ એ સાથે ભરૂચ અને ખંભાતમાં જે લોકોએ શાહી ઉચ્ચ અમલદારો સાથે ગેરવર્તન કર્યું હોવાની અથવા તો બળવાખોરોને કોઈ પણ પ્રકારની અગાઉ મદદ કરી હોવાની બાતમી મળતી તેમની વીણી વીણીને કતલ કરવામાં આવી.• આ અરસામાં દોલતાબાદ(દેવગિરિ)માં સહતનત સામે બંડકરી અમીરાએ ત્યાંના હાકેમ મૌલાના નિઝામુદ્દીનને કેદ કરી ત્યાંને તમામ પ્રદેશ મહેમાંહે વહેંચી લીધા.૩૧ સ૦ ૩
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy