________________
૩૪]
સતની કાલ
આવી ખબર વડોદરા અને ડભોઈ વગેરે સ્થળોમાં સંતાતા ફસ્તા સદા અમીરોને મળી ત્યારે તેઓ એકત્ર થઈ દોલતાબાદ પહોંચ્યા અને જેઓ માનદેવ પાસે કેદી તરીકે હતા તેઓ પણ નાસી છૂટીને ત્યાં પહોંચી બળવાખોરો સાથે મળી ગયા. આ વિગત સુલતાનને ભરૂચમાં મળી ત્યારે તરત જ લતાબાદ પહોંચવા એ ભરૂચથી રવાના થયો (ઈ. સ. ૧૩૪૬) એ અગાઉ એણે પોતાના બનેવી શરકુલમુક રાસાનીને ખંભાતમાંના તમામ બળવાખોરોને પત્તો મેળવી એમને નસિયત કરવાનો હુકમ આપ્યો હતો. આ હુકમનો ભોગ થયેલાઓમાં એક અલી હેદરી નામના સૂફીને પણ સમાવેશ થયો હતો.
સુલતાન બળ સમાવ્યા બાદ થોડા મહિના દોલતાબાદમાં રહ્યો અને ત્યાંની વ્યવસ્થામાં રોકાયે, પરંતુ એટલામાં ગુજરાતમાં મલેક તગીએ વિદ્રોહ કર્યાની ખબર આવી. એ મૂળ સુલતાનને શહનએ બારગાહ (દરબારને પ્રબંધ કરનારો) હતો અને જાતનો મોચી હતી. પાછળથી એ મહાન અમીરોમાંના એક તરીકે લેખાતે થયો હતો. એ મલેકીનો ખિતાબ પણ ધરાવતો હતો. આમ બંડખોર સદી અમીર સાથે એને કંઈ સંબંધ ન હતું, બલ્ક એમણે જે બળવો કર્યો હતો તેમાં એ સુલતાનને વફાદાર રહીને એના પક્ષે લડતો રહ્યો હતો અને એણે એમનું કાસળ કાઢવાની કામગીરીમાં સુંદર સેવા બજાવી હતી, પરંતુ કંઈક એવું બન્યું કે જેને લઈને સુલતાનના હુકમથી એને ખંભાતમાં કેદ કરવામાં આવ્યો. મુફબિલને હરાવી બંડખોરો ખંભ ત પહોંચ્યા ત્યારે એમણે તગીને મુક્ત કર્યો. એ સુલતાનના અત્યાચારથી એના પર રોષે ભરાયા અને એણે બળવો કર્યો. જે સદા અમીરો વેરવિખેર થઈ ગયા હતા તથા જેઓ દખણમાંથી નાસી આવ્યા હતા તેઓ એને મળી ગયા. ગુજરાતના રાજપૂત ઠાકોર અને હિંદુ જમીનદારોએ પણ એને સાથ આપ્યો. આ રીતે સંગઠન થઈ જતાં એણે લૂંટમાર શરૂ કરી અને ચિંતા અણહિલવાડ પાટણ પહોંચી નાયબ નાઝિમ મલેક મુઝફફરની કતલ કરી. એ પછી નાઝિમ શેખ મુઝુઝુદ્દીન તથા અનેક અમલદારોને પકડી કેદી તરીકે સાથે લઈ એ ખંભાત પહોંચ્યો અને એ નગરમાં લૂંટ કરી, એ ઉપર કબજો જમાવી એણે ત્યાંથી હિંદુ તથા મુસલમાનોનું એક લશ્કર એકત્ર કરીને ભરૂચમાં કિલ્લા તરફ કૂચ કરી એને ઘેરો ઘાલ્યો. ત્યાંના લેકેએ એને દરવાજો બંધ કરી મલેક તગીને સામને કર્યો.
સુલતાન ઈ.સ. ૧૩૪૭ના માર્ચમાં દોલતાબાદથી ભરૂચ પહોંચવા નીકળ્યો. મલેક તગીને એ ખબર મળી ગઈ એટલે એ ઘેરા ઉઠાવીને ખંભાત બાજુ નાસી ગયા. સુલતાને નર્મદાના દક્ષિણ કિનારે પડાવ નાખ્યો અને મલેક યુસુદ બુમરાને