SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દિલહી સલ્તનતના અમલ નીચે એ વખતે પશ્ચિમ ભારતના કેટલાક પ્રદેશમાં અફઘાન અમીરાને એક વર્ગ ઊભો થયા હતા, તેઓ “અમીરાને સદાર (સદા અમીરો) નામથી ઓળખાતા હતા. એમની સત્તા ગુજરાતમાં ખૂબ વધી ગઈ હતી અને એમની પાસે એક મોટું લકર પણ ભેગું થયું હતું, જોકે એ પદ્ધતિસરનું શિસ્તબદ્ધ ન હતું. પૈસાને ખાતર સર્વ પ્રકારના લોકો એમાં સામેલ થઈ જતા. એમને દેશ માટે, લેકે માટે કે સલ્તનત માટે કોઈ પ્રકારની લાગણી ન હતી. ભરૂચ ડઈ વડોદરા દેવગિરિ વગેરે સ્થળોમાં તેઓ શક્તિશાળી બન્યા હતા. તેઓ વિશિષ્ટ હક્કો ભેગવતા હતા, બંડખોરોને મદદ કરતા હતા અને અંધાધૂંધી ફેલાતાં લૂંટ પણ ચલાવતા હતા, આથી એમની ખાનાખરાબી કરવા સુલતાને કમર કસી હતી. સુલતાને સદા અમીરોના આગેવાન કાઝી જલાલ અને એના અફઘાન અનુયાયીઓ, જે સદા અમીરોમાંથી હતા, તેમના તરફથી થતી હેરાનગતિ સપ્ત હાથે દબાવી દેવાનું ફરમાન મલેક મુફબિલને ગુજરાતમાં મોકલી આપ્યું.' એ મુજબ મલેક મુફબિલે મલેક હુકમને ખંભાત જઈ ત્યાંથી કાઝી જલાલ અને એના સાથીદાર સદા અમીરોને કોઈ પણ રીતે યુક્તિ-પ્રયુક્તિ કરીને પિતાની પાસે લાવવા જણાવ્યું. કાઝી જલાલ મલેક હુકમની સલાહથી ૩૦૦ જેટલા બખ્તરિયા શસ્ત્રસજજ સાથીદારો સાથે મલેક મુબિલ સામે ઉપસ્થિત થયો. આ વખતે એને ગિરફતાર કરવાનું મુશ્કેલ જણાતાં મલેક મુફબિલે એને કઈ પણ પ્રકારનો ભય સેવ્યા વિના પરત જવાને હુકમ કર્યો. ગુજરાતમાં બળવાને દાવાનળ સળગ્યો. કાઝી જલાલ અને એના સાથીદાર સદા અમીરાએ એના આરંભ વિ. સં. ૭૪૫(ઈ.સ. ૧૩૪૪)માં કર્યો એ સમય દરમ્યાન માળવામાંથી જે સદા અમીરો નાસી છૂટીને ગુજરાતમાં આવ્યા હતા તેઓ સંરક્ષણની યોજના ઘડવા વડોદરા તેમજ ડભોઈમાંના પિતાના વર્ગના અમીરોને વડોદરામાં મળ્યા અને પોતાની ઝુંબેશ શરૂ કરી વડેદરા એમની પ્રવૃત્તિનું કેંદ્રસ્થાન બન્યું. કાઝી જલાલ એના સાથીદારો સાથે મલેક મુબિલને મળીને પાછે જાતે હતો ત્યારે રરતામાં એને વડોદરા અને ડભોઈમાંના સદા અમીરાની પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી ગઈ હતી અને તેથી એની કિંમત પણ વધી ગઈ હતી. ખંભાતમાં પહોંચી એણે ત્યાંને સરકારી ખજાનો કબજે કર્યો અને પછી એ નગરમાં લુંટ ચલાવી. એ પછી બંડને દાવાનળ ખંભાતથી માંડી વડેદરા અને ડભોઈ
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy