________________
સલ્તનત કાલ
પ્રિ.
પછી કેટલાક સમય બાદ મલેક મુકબિલને નાયબ નિઝામત એનાયત કરી ગુજરાતમાં મોકલો.૮
સુલતાનના શાસનની શરૂઆતના સમયમાં દખ્ખણ અને ગુજરાતમાં એકંદરે શાંતિ પ્રવર્તેલી રહી હતી. અન્ય પ્રદેશમાં બળવા થતાં એમના પ્રત્યાઘાત આ એ પ્રદેશમાં પડતા હતા છતાં મલેક મુહમ્મદ શરકુલમુક અભ્યખાને અતિ ચાલાકી અને સાવચેતીથી ગુજરાતના પ્રદેશમાં શાંતિ જાળવી. એ એના વાલીપદ ઉપર હિ. સં. ૭૪૦ (ઈ.સ. ૧૭૩૯) સુધી રહ્યો. મુશિલ તિલગી (ઈ.સ. ૧૩૩-૧૩૪૫).
હિ. સ. ૭૪૦(ઈ. સ. ૧૩૩૯)માં સુલતાન મલેક મુફમિલ તિલંગીને ગુજરાતનો વહીવટ સંપ્યો. એ નવમુસ્લિમ એટલે કે ધર્મ પરિવર્તન કરી હિંદમાંથી મુસલમાન થયો હતો. એનું મૂળ નામ “કનું હતું. “ખાને જહાન નાયબ બખ્તયાર” એને ખિતાબ હતો. હલકી જાતના માણસને આવો ઊંચો દરજજો આપવામાં આવ્યો એમ જાણી ગુજરાતના મોટા અમીર અને ઉચ્ચ જાતના લકે એના હાથ નીચે રહેવાનું પસંદ કરતા ન હતા. ખંભાતના હાકેમ ખુલ કલમો સુલતાનને અજોડ કિંમતી ભેટ મોકલતો રહેતો તેથી સુલતાન એના પર પ્રસન્ન હતે. એ ઉદંડ હતો અને ગુજરાતના નાઝિમ મલેક મુફબિલ તે શું, પરંતુ સુલતાનના વજીરની સતાને પણ એ સ્વીકારતા ન હતા. મલેક મુબિલે એની પાસેથી મહેસૂલની માગણી કરી. ઈબ્દુલ કોલમીએ આપવાનો ઈન્કાર કર્યો અને હું જ એ દિલ્હી પહોંચાડીશ દઈશ એવું એને જણાવ્યું.
આ જવાબ મલેક મુફબિલને અપમાનજનક લાગ્યો તેથી એણે એની જોહુકમી બાબતમાં વજીર ખાજા જહાનને દિલ્હી ફરિયાદ કરી. વજીરે તે મલેક મુબિલને ઠપકાને પત્ર લખ્યો. મલેક મુફબિલને આથી માઠું લાગ્યું અને એણે શસ્ત્ર-સરંજામ એકત્ર કરી ઇન્સુલ કોલમી પર આક્રમણ કર્યું. એમાં ઇબ્દુલ કાલમની હાર થઈ. એ ખંભાતમાં જઈ ભરાય.
ત્યાર બાદ બંનેએ સુલતાન સમક્ષ એકબીજા વિરુદ્ધ ફરિયાદ મોકલી. બે સ્થાનિક અમલદારો વચ્ચેના એ ઝઘડાની પતાવટ કરવા સુલતાને પિતાના સાળા મલેક હુકમને લવાદ તરીકે ફેંસલે કરવા ગુજરાતમાં મોકલ્યા. ગુજરાતમાં બળવો
એનો નિકાલ થાય એ પહેલાં દખણુ તથા ગુજરાત સિવાયના લગભગ તમામ પ્રદેશમાં બળવા ફાટી નીકળ્યા. ગુજરાતમાં પણ તોફાન પહેલાંની શાંત હાલત હતી,