________________
વંશાવળીઓ સંદર્ભસૂચિ શબ્દસૂચિ નકશા આલેખો અને ફોટોગ્રાફની આવશ્યક સામગ્રી પણ પૂર્વવત આપવામાં આવી છે.
ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની ગ્રંથમાલાનો આ ગ્રંથ તૈયાર કરી પ્રકાશિત કરવા માટે રાજ્ય સરકારે ૭૫ ટકાના અનુદાનની માતબર સહાય કરી છે એ માટે એને જેટલો આભાર માનીએ તેટલે ઓછો છે. આ બાબતમાં ભાષાનિયામકશ્રીના વિભાગ તરફથી અમને જે સતત સક્રિય માર્ગદર્શન મળેલ છે તેની અહીં સાભાર નોંધ લઈએ છીએ.
સલાહકાર સમિતિના સભ્યોમાં હવે મુનિશ્રી જિનવિજયજી તથા ડો. છોટુભાઈ ર. નાયકના અવસાનથી એ વિદ્વાનની બેટ પડી છે; ડો. ઝિયાઉદ્દીન દેસાઈએ સલાહકાર સમિતિના સભ્ય તરીકે કામ કરવાનું સ્વીકાર્યું છે.
ગ્રંથની સફળતાને મુખ્ય આધાર લેખક પર રહેલું છે. ઈતિહાસ સંસ્કૃતિ અને પુરાતત્ત્વનાં વિવિધ પ્રકરણ તથા પરિશિષ્ટ માટે અમને તે તે વિષયના તો પૈકી જે અનેક લેખકને સક્રિય સહકાર સાંપડયો છે તે સહુને અમે સવિશેષ આભાર માનીએ છીએ. સલ્તનત કાલના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસને પૂરતો ન્યાય આપવામાં વિવિધ ભાષાઓ લિપિઓ અને સંસ્કૃતિઓની જાણકારી અને નિષ્પક્ષ સંશોધનદષ્ટિ ધરાવતા અનેક વિદ્વાનોને સહકાર અનિવાર્ય છે. આવા અનેક વિદ્વાનોને સહકાર અને સાંપડ્યો છે એ અમારું સદ્ભાગ્ય છે. એ સહુ લેખકોનાં લખાણમાં બને તેટલી પ્રમાણિત વસ્તુલક્ષી અને અનુજક રજૂઆત થાય એ માટે અમે યથાશક્તિ કાળજી રાખી છે, છતાં ક્યાંક અજાણતાં કેઈની લાગણી દુભાય તેવું કાંઈ રહી ગયું હોય તો એ માટે અમે વાચકોની ક્ષમા યાચીએ છીએ. અલબત્ત અર્થઘટન અભિપ્રાયો અને મંતવ્યો તે તે લેખકનાં છે તેની સાથે સંપાદકે હંમેશાં સહમત છે એવું માની લેવું અસ્થાને છે.
લેખકેમાં ડો. છોટુભાઈ ર. નાયકના અવસાનથી પડેલી ખોટ સાલે છે. અરબી-ફારસી અભિલેખ તથા સિક્કાની બાબતમાં ડે. ઝિયાઉદ્દીન અ. દેસાઈની વિશિષ્ટ વિકતાને જે લાભ મળ્યો છે તેની સવિશેષ નેંધ લઈએ છીએ. અરબી– ફારસી તથા ફિરંગી ભાષાની જાણકારીના અભાવે એ ભાષાનાં વિશેષ નામની જોડણી વગેરેમાં કંઈ ક્ષતિ રહી હોય તે એ માટે અમે દિલગીર છીએ.
અમારા સંપાદનકાર્યમાં તથા કૂવાચનમાં અમને અમારા સહકાર્યકર શ્રી કેશવરામ કા. શાસ્ત્રીનો તથા ડો. પ્રવીણચંદ્ર ચિ. પરીખને જે સતત સક્રિય સહકાર મળ્યો છે તે માટે એમનો આભાર માનીએ તેટલું છે. ફેટા તથા બ્લેક