________________
પ્રકરણ ૨માં દિલ્હી સલ્તનતનો ને પ્રકરણ ૩, ૫ અને ૬ માં ગુજરાતની સલ્તનતને અમલ નિરૂપા છે. ગુજરાતની સલ્તનત સ્થપાતાં થોડાં વર્ષોમાં જ સતનતનું પાયતખ્ત અહમદશાહ ૧ લાએ વસાવેલા અમદાવાદમાં ખસે છે ને જેમ અગાઉ પાંચેક સૈકાઓ સુધી અણહિલવાડ ગુજરાતનાં ઈતિહાસ-સંસ્કૃતિનું કેંદ્ર રહ્યું હતુ તેમ હવેથી એટલે સમય એ મહત્વનું સ્થાન અમદાવાદ ધરાવે છે, આથી ગુજરાતના મશહૂર પાટનગરનો કેટલેક વૃત્તાંત પ્રકરણ ૪ માં આલેખાયે છે.
ગુજરાતની સલ્તનતના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ફિરંગીઓનો પગપેસારે થયો ને છેવટે દીવ તથા દમણમાં તેઓની સત્તા જામી એને વૃત્તાંત પ્રકરણ ૬માં પરિશિષ્ટમાં આપે છે.
ગુજરાત પર પ્રવર્તતી રાજસત્તાઓમાં સલ્તનતની સત્તા કેંદ્રસ્થાને હતા, સાથે સાથે કચ્છ સૌરાષ્ટ્ર અને તળગુજરાતમાં જાડેજા ચૂડાસમા જેઠવા વાજા ઝાલા પરમાર ગૃહિલ રાઠોડ ચૌહાણ વગેરે વંશનીય સત્તા પ્રવર્તતી હતી. એના ઈતિહાસ વિના ગુજરાતનો રાજકીય ઇતિહાસ અપૂર્ણ ગણાય, આથી અગાઉના ગ્રંથોની જેમ આ ગ્રંથમાં પણ એ દરેક સમકાલીન રાજ્યનો સળંગ ઈતિહાસ આપવામાં આવ્યો છે. વળી ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં જેને ઉલેખ વારંવાર આવતો હોય તેવાં મેવાડ માળવા અને ખાનદેશ જેવાં પડોશી રાજ્યના તેમજ ગુજરાતની સલ્તનતની સમકાલીન દિલ્હી સલ્તનતના ઈતિહાસની રૂપરેખા પણ આલેખવામાં આવી છે (પ્રકરણ ૭).
પ્રકરણ ૮માં આ કાલના રાજ્યતંત્રનો ખ્યાલ આપીને એના પરિશિષ્ટમાં સલતનતની ટંકશાળો તથા જુદા જુદા સુલતાનોના સિક્કાઓનો અદ્યતન પરિચય આપવામાં આવ્યો છે, જે રૂપરેખાત્મક હોવા છતાં ઘણું ઉપયોગી નીવડશે.
હવે ઇતિહાસમાં રાજકીય ઈતિહાસ કરતાંય સાંસ્કૃતિક ઈતિહાસ વિશેષ મહત્તવ ધરાવે છે. અગાઉના ગ્રંથોની જેમ આ ગ્રંથમાં પણ એ કાલનાં સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ અને ધર્મ-સંપ્રદાયોની સમીક્ષા કરવામાં આવી છે (પ્રકરણ ૯ થી ૧૩). પુરાવસ્તુને લગતા અંતિમ ખંડમાં સ્થળ-તપાસ અને ઉખનન દ્વારા મળેલી માહિતી, સ્થાપત્યકીય સ્મારક, શિલ્પકૃતિઓ અને ચિત્રકલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે (પ્રકરણ ૧૪ થી ૧૭), એમાં ચાંપાનેરનાં સ્થળતપાસ–ઉખનન તથા ઇસ્લામી સ્થાપત્ય ખાસ નોંધપાત્ર છે.
આ કાલ દરમ્યાન અનેક વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધેલી તેને લગતી વેંધોનું મહત્ત્વ ગ્રંથના અંતે આપેલા પરિશિષ્ટમાં દર્શાવ્યું છે.