________________
પ્રસ્તાવના
ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાલાને આ ગ્રંથ ૫ મો સલતનત કાલને લગતો છે.
ગુજરાતના ઇતિહાસમાં ઈ.સ. ૧૩૦૦ ના અરસામાં સોલંકી-વાઘેલા વંશની સત્તાને અસ્ત અને દિલ્હી સલ્તનતની સત્તાને ઉદય થતાં રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે યુગપલટા જેવું વિપુલ તથા વ્યાપક પરિવર્તન આવ્યું. આવું ક્રાંતિકારી પરિવર્તન વહેલું મોડું ભારતના ઘણે અન્ય પ્રદેશમાં પણ આવ્યું હતું, આથી ભારતના ઇતિહાસમાં હવે એ ઘટના પ્રાચીન કાલ અને મધ્ય કાલ વચ્ચેનું સીમાચિહ્ન ગણાય છે.
ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં અનેક હિંદુ રાજ્ય ૧૩ મી સદીના આરંભમાં મુસ્લિમ સત્તાને વશ થયાં, જ્યારે ગુજરાત એ સામે ૧૪ મી સદીના આરંભ સુધી ટકી રહ્યું, એ હકીકત આ સંદર્ભમાં ખાસ નેધપાત્ર ગણાય.
અલાઉદ્દીન ખલજીના સમયમાં ઈ.સ. ૧૨૯૯-૧૩૦૪ થી ગુજરાત પર દિલ્હી સલ્તનતની હકૂમત પ્રસરી ને એ તુગલક સુલતાન નાસિરુદ્દીન મહમૂદશાહના અમલ દરમ્યાન ઈ.સ. ૧૪૦૩-૦૭ સુધી અર્થાત લગભગ એક શતક જેટલો સમય ચાલુ રહી. એ પછી વળી અહીં ગુજરાતના સુલતાનના વંશની સત્તા પ્રવતી, જે ઈ.સ. ૧૫૭૨-૭૩ સુધી અર્થાત દેઢ સૈકાથી વધુ સમય ચાલી. આ ગ્રંથમાં નિરૂપાયેલ ઇતિહાસ આ બંને સલતનતના અમલને આવરી લે છે ને એકંદરે ૨૬૯ જેટલાં વર્ષોને ગાળ રોકે છે.
અહીં પ્રાસ્તાવિક પ્રકરણ ૧ માં આ ઇતિહાસની વિવિધ સાધન-સામગ્રીનો પરિચય આપવામાં આવ્યું છે, જેમાં ફારસી–અરબી તવારીખો તથા અરબી-ફારસી શિલાલેખો અને સિક્કા ખાસ નોંધપાત્ર છે. છતાં આ ઇતિહાસ સલતનતને નહિ, પણ સતનતકાલીન ગુજરાતનો હેઈ એમાં સંરકૃત-પ્રાકૃત-ગુજરાતી સાહિત્યના તથા સંસ્કૃત-ગુજરાતી અભિલેખોના મહત્વનું મૂલ્ય ઓછું અંકાય નહિ. ૧૬ મી સદીના આરંભથી ફિરંગી લખાણોનું સાધન પણ કેટલીક બાબતમાં ઉપયોગી નીવડે છે.