________________
પ્રકરણ ૨
દિલ્હી સલ્તનતના અમલ નીચે
- ૧. ખલજી સલ્તનતના અમલ નીચે
સુલતાન અલાઉદ્દીન ખલજી
દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીએ ગુજરાત છતી ત્યાં નાઝિમની નિમણુક કરી. અણહિલવાડ પાટણ, જે હિંદુ રાજાઓનું પરંપરાગત પાટનગર હતું તે, મુસલમાન નાઝિમેના પાયતખ્ત તરીકે હિ. સ. ૮૧૪ (ઈ.સ. ૧૪૧૧) સુધી ચાલું રહ્યું. મુસ્લિમ લેખકો એ શહેરને “નહરવાલા કહેતા. અલપખાન (લગભગ ઈ.સ. ૧૩૦૪-૧૩૧૫) | ગુજરાતની અંતિમ છત પછી સુલતાન અલાઉદ્દીન ખલજીએ એના સાળા મલેક સંજર, જેને એણે તખ્તનશીની સમયે ભરાયેલા દરબારમાં “અ૮૫ખાન(બહાદુર)ને ખિતાબ એનાયત કર્યો હતો, તેની નિમણૂક ગુજરાતના વહીવટ માટે નાઝિમ તરીકે કરી (લગભગ ઈ.સ. ૧૩૦૪).૧
સુલતાન મલેક નાયબ કારને દક્ષિણ ભારત જીતવા મોકલ્યો ત્યારે અલ્પખાને એની બાગલાણને લગતી કામગીરી સંભાળી લીધી ને બગલાણથી દેવગિરિ ચાલી જતી દેવળદેવીને પકડી લઈ અણહિલવાડ લાવી ત્યાંથી દિલ્હી રવાના કરી (ઈ.સ. ૧૩૦૮). હિ.સ. ૭૦૯ (ઈ.સ. ૧૩૦૯)માં અલ્પખાને ગોહિલવાડ તથા સૈજપુર અને રાણપુર જીતી લીધાં.
અલ્પખાન એક દીર્ધદષ્ટિવાળો અને કુશળ વહીવટકર્તા હતા. શાંતિના સમયમાં એ પ્રદેશની સમૃદ્ધિ વધારવા ઉપર પિતાનું ધ્યાન કેન્દ્રિત કરતો. એને ઇમારતો બાંધવાનો શોખ હતો. અણહિલવાડ પાટણમાં એણે વિવિધ મકાને ઉપરાંત સફેદ આરસપહાણની એક આલીશાન અને વિશાળ મસ્જિદ બંધાવી હતી, જે આદીના મસ્જિદ' (શુક્રવારની મસ્જિદ) નામથી ઓળખાતી હતી.
સામાન્ય રીતે એ કાલના મુસ્લિમ શાસકે હિંદુ મંદિરોને નાશ કરવામાં પિતાની મજહબી ફરજ અદા થયેલી ગણતા હતા, પરંતુ અલ્પખાન અન્ય ધર્મો પ્રત્યે