________________
૨૬]
(મ.
સહિષ્ણુ હતા. એ બાબતને સમર્થન આપતેા એક બનાવ વિ.સં. ૧૩૬૯(ઈ.સ. ૧૩૧૨–૧૩)માં બન્યા હતા. તુકી' ફૉજનાઃ સૈનિકોએ શત્રુ ંજય પહાડ ઉપર જૈન મદિરા પૈકીનું મુખ્ય મદિર તેાડી નાખ્યું હતુ. અને એમાંની મૂર્તિ ખંડિત કરી હતી,પ તેથી જૈન લેકાને ધણું મનદુ:ખ થયું હતું. અલ્પખાન. ના સમયમાં અહિલવાડ પાટણના ઓસવાળ જ્ઞાતિના સમરાશાહ નામે સમ જૈન વેપારીની વિનંતીથી અપખાને વિના વિલંબે એની મરામત કરવાની પરવાનગી આપી અને એમાં વાપરવા માટે હીરાથી ભરેલી પેટી પણુ એમને આપી. વિ. સં. ૧૩૭૧(ઈ.સ. ૧૩૧૪-૧૫)માં એ દેરાસરની મરામત પૂરી થઈ.
અલ્પખાતે કડીનેા કિલ્લે। કાળજીપૂર્વક બંધાવ્યા હતા.* હિ સ. ૭૧૫ (ઈ. સ. ૧૩૧૫)ના અંત-ભાગમાં સુલતાન અલાઉદ્દીને અલ્પખાનને દિલ્હી ખેલાવી લીધા. તેથી એ પેાતાના નાયબ નીમી એ દિલ્હી ચાલ્યો ગયા. ત્યાં મલેક કાફૂરતી ભંભેરણી છતાં સુલતાન અલાઉદ્દીને અપખાનની હત્યા કરવા કે એને કાંઈ કરવા ઇનકાર કર્યાં તેથી પાછળથી મલેક કાકુરે બહાર જઈ એનું ખૂન કયુ.છ આવી રીતે એક મુત્સદ્દી બહાદુર અને અનુભવી નાઝિમના જીવનના અંત આવ્યે .
કમાલુદ્દીન ગુગ (ઈ.સ. ૧૩૧૬)
અપમાનનું ખૂન થયાના સમાચાર ગુજરાતમાં પહોંચતાંવેંત એના સમક લગભગ તમામ શાહી અમલદારા અને સૈનિકા ઉશ્કેરાટમાં આવી ગયા અને એમણે બળવા કર્યાં, આથી સુલતાને એ દબાવવા અમીર મલેક કમાલુદ્દીન ગુ તે ગુજરાતના નાઝિમ નીમી મેાકલ્યો, બળવાખેારાએ એને મારી નાખ્યા, ત્યારપછી બળવાએ ગંભીર સ્વરૂપ પકડયુ. એ અરસામાં સુલતાન જલંદરના રોગને લઈને હિ. સ. ૭૧૬(ઈ.સ. ૧૩૧૬)માં ગુજરી ગયા. સુલતાન શિહાબુદ્દીન ખલજી અને મુમારશાહે ખલજી
સ સત્તાધારી બની ખેઠેલા મલેક નાયબ કાફૂરે એ સમયે સુલતાનના શિષાખુદ્દીન ઉમર નામના બાળ શાહજાદાને તખ્ત ઉપર બેસાડયો ને રાજરક્ષક બની શાસનની લગામ પેાતાને હસ્તક લીધી. એ પછી થાડા મહિનામાં મલેક નાયબ કારનું અભીરામે ખૂન કરાવ્યું અને સૌએ એકમત થઈ શાહજાદા મુબારકખાનને કેદમાંથી મુક્ત કરીને એના નાના ભાઈ શિહાબુદ્દીન ઉમરના રાજરક્ષક નીમ્યા, પર'તુ એએક માસમાં જ પેાતાનું સ્થાન સુરક્ષિત નહિ લાગતાં મુબારકખાને શિહામુદ્દીનને પદભ્રષ્ટ કર્યાં અને એ પેાતે જ ‘કુત્બુદ્દીન મુબારકશાહ' ખિતાબ ધારણ કરી સુલતાન બન્યા (ઇ.સ ૧૩૧૬-૧૭).
સલ્તનત કાલ