________________
શિલ્પકૃતિઓ નમૂનારૂપ છે. આમાં વીર પુરુષ અને સતીઓના પાળિયા મુખ્ય છે. યુદ્ધમાં, ધર્મસ્થાનની રક્ષાથે, ગામને બચાવતાં, ગાયોની વહારે ધાતાં કે કુદરતી રીતે મૃત્યુ પામેલા વીરોના પાળિયા ઠેર ઠેર મળે છે. આમાં શરૂઆતના સમયમાં પરંપરા અનુસાર ઢાલ-તલવાર યુક્ત પાળો સૈનિક કંડારાતો જોવા મળે છે, પણ ૧૪મી સદીથી અશ્વારોહી સૈનિકનું સ્વરૂપ વધુ પ્રચલિત થતું જાય છે ને એ ધીમે ધીમે દઢ થતું જાય છે. આવા અશ્વારોહી પાળિયાઓમાં પાખરવાળા અશ્વ અને એની ઉપર રાજાશાહી ઠાઠમાં રાજપુરુષ બેઠેલે જોવા મળે છે. ક્યારેક એની સાથે ભણી પણ જોવા મળે છે ૪૮ વીર પતિ પાછળ સતી થતી સ્ત્રીની ખાંભી પર સૌભગ્યવતી સ્ત્રીને એક અથવા ક્યારેક બંને ભુજ કે હસ્ત દર્શાવવામાં આવે છે, તો કોઈ કોઈ સ્થળે પતિના શબને હાથમાં લઈને ઊભેલી સ્ત્રી આલેખાઈ છે કચ્છમાં આ પ્રકારની ખાંભીઓ વિશેષ જોવા મળે છેવળી કોઈ અન્ય યને લઈને ઉગથી મૃત્યુ પામેલાઓના પાળિયા પણ મળે છે, જેમાં સોખડા(જિ. મહેસાણું)ના સિદ્ધનાથ મહાદેવના મંદિર પાસેને મહંતને ૧૪ મી સ્ક્રીને પાળિ ધપાત્ર છે. એમાં પોતાના પાલિત બાલ રાજપુત્રની હત્યા થતાં મૃત્યુને ભેટેલા મહંત બાળકનું શબ ખોળામાં લઈને બેઠેલા જોવા મળે છે૪૯ યુદ્ધમાં મસ્તક કપાતાં ધડ લડતું હોવાનું સૂચવતે મહૂવા (જિ. ભાવનગર)નો વત્સરાજ સેલંકીને કબંધ પણ નોંધપાત્ર છે. કબંધના જમણા હાથમાં ગદા પકડેલી છે, જ્યારે ડાબો હાથ ખડિત છે મસ્તક ડાબી બાજુએ પડેલું છે. કબંધની છાતી પર બે આંખ કાતરેલી છે. ગોચર જમીનના દાનને લગતા પાળિયાઓ પર સવછી ગાયનું આલેખન કરવામાં આવતું જોવા મળે છે. સૌરાષ્ટ્રમાંથી આના વિશેષ દષ્ટાંત મળી આવે છે.પ૧
પ્રસ્તુત કાલ દરમ્યાન બંધાયેલ હિંદ સ્થાપત્યોમાં જાળીકામ સોળે કળાએ ખીલ્યું હતું એવું એ સમયની શિલ્પકૃતિઓ નીરખત ચોક્કસ કહી શકાય. હિંદુ તેમજ જેતે મંદિર અને બીજાં ધાર્મિક સ્થાપત્યોના જા કામમાં ફૂલવેલ, સ્વસ્તિક, વૃક્ષ, દેવમૂર્તિઓ, યુદ્ધ ખેલતા મલે, જુદાં જુદાં પશુપક્ષી વગેરે કેતરાયેલ દેખાય છે.
ઈડરથી પાંચ માઈલ દૂર આવેલ લી મે ઈ ગામ નજીકના કરનાથ મહાદેવના મંદિરની જાળીઓ, ખેડબ્રહ્મા ગામના બ્રહ્માજીના મંદિરના ગૂઢમંડપની શૃંગારચોકી. ની જાળી , વિજયનગરના જંગલમાં આવેલ લાખેણા જૈન મંદિરની જાળીઓ વગેરે નીરખવાથી આ કાલના હિંદુ તથા જૈન જાળીકામને ખ્યાલ આવી શકે છે. ગિરનાર પર ૧૫ મી સદીમાં બંધાયેલા મનાતા સંપ્રતિ રાજાના મંદિરના રંગ,