SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ સલના કાલ મિ, એક સમ્માતા સ્ત્રી ડાબા હાથ વડે વાળમાંથી પાણી કાઢતી જોવા મળે છે. એના જમણા હાથ–પગ ખંડિત છે. એના દેહ પર કઈ વસ્ત્ર કે અલંકાર જેવા મળતાં નથી. એની ડાળી બાજુએ કે પક્ષી વાળમાંથી ટપકતું પાણી જાણે પીતું હેય તેવી રીતે ઊંચી ડોક કરેલું કંડાર્યું છે. ત્રિભંગમાં ઊભેલી બીજી સ્ત્રી વસ્ત્રો અને શણગાર સજીને ડાબા હાથમાં પકડેલા અરીસામાં પિતાનું પ્રતિબિંબ નીરખી રહી છે. જમણે હાથ મસ્તક પર આડે રાખેલે છે. એના જમણા હાથ પરથી પસાર કરેલે દુપટ્ટો સરસ રીતે કંડારેલ છે. ત્રીજી સ્ત્રીના મસ્તક પર વિશિષ્ટ પ્રકારે કેશકલાપ ગૂંથઓ છે. ડાબા હાથમાં રાખેલા પત્ર પર જમણા હાથ વડે લેખિનીથી લખી રહેલી આ પત્રલેખાના મુખ પરના ભાવ અને આંગળીઓની ટા રમ્ય છે. વેણુવાદન કરતી ચોથી સ્ત્રીનું વસ્ત્રપરિધાન પત્રલેખાને મળતું આવે છે. પણ કેશગુંફન, ભાલ પરની બિંદી, રત્નકંકણ, પગનાં સાંકળા વગેરે શૃંગારની બાબતમાં એ જુદી પડે છે. આ મંદિરની બધી મનુષ્યાકૃતિઓન નેત્ર વિસ્ફારિત કરેલાં હોવાથી આ સ્ત્રીઓનાં પણ એ પ્રકારનાં નેત્ર સ્વાભાવિક લાગે છે સઘસ્નાતા સિવાયની ત્રણેય સ્ત્રીઓના કાનમાં, કાનથી લગભગ ત્રણગણું મોટા કદનાં, કુંડળ જોવા મળે છે, જે વિશિષ્ટ છે. ચીજવસ્તુઓમાં સ્થાનિક લેકકલાને વિશેષ પ્રભાવ પડેલું જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સીમા પાસેથી મળી આવેલી અને વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત કાંસાની અત્તરની નાની શીશી આનું સરસ દાંત છે. આ શીશી શૃંગાર કરતી સ્ત્રીના આકારની છે. એના વાળની ગાંઠમાંથી એને એક સ્કૂ દ્વારા ખોલી શકાય છે. સ્ત્રીએ એક હાથમાં નાનો અરીસે ધારણ કર્યો છે, જે ખૂલી શકે છે અને બીજા હાથમાં અંજનશલાકા ધારણ કરી છે. એને ઘણું કઢંગા બીબામાં ઢાળવામાં આવેલી છે. માથું ઘણું મોટું છે, આંખે ઊપસી આવી છે, ને ઘણખરા અંલકાર ઉપસાવવાને બદલે કેરી કાઢેલા છે. કાંસાની આ પૂતળી ૧૬ મી સદીના બીજા ચરણની હેવાનું મનાય છે.પ ઉપરાંત આ કાલની આ શૈલીની દીપલક્ષ્મીને એક નમૂને પણ આ સંગ્રહાલયમાં સુરક્ષિત છે.* '. પાળિયાદેવ ખાંભી છત્તરડી શરાપૂરા સુરધન ગોવર્ધન વગેરે નામે ઓળખાતા આ કાલના પાળિયા સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિપુલ સંખ્યામાં જોવામાં આવે છે એમાં છેક ઉપરના ત્રિકોણાકારમાં મુખ્યત્વે સૂર્ય ચંદ્ર, સ્વસ્તિક દીવડા જેવાં અર્થસૂચક રૂપાંકન, મધ્યના ચેરસ ભાગમાં આકૃતિ અને નીચેના ચેરસમ લેખ કરવામાં આવે છે. આ પાળિયાઓ પરનાં વિશિષ્ટ શિ-પ્રતીક સ્થાનિક શિપીઓએ કંડારેલાં હેવાથી એ લેકકલાના સરસ
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy