________________
શિકૃતિઓ
[૪૦
એમના નિતંબ પર કાપડના દુપટ્ટા બાંધ્યા છે, બીજે દુપટ્ટો ઓઢણીની માફક ઓઢડ્યો છે ને એના વડે માથું ઢાકેલું છે. કાનમાં મોટાં કુંડળ અને બીજા અલંકાર પણ ધ્યાન ખેંચે તેવાં છે. એમણે પેટ ખુલ્લું રહે એ પ્રકારની ચળી પહેરી છે. પુરુષ અને સ્ત્રી બંનેનાં ભરાવદાર દેહસૌષ્ઠવ, વિશાળ ચેરસ મુખાકૃતિ, લાંબાં અણીદાર નાક, પાતળા હોઠ, સહેજ લાંબી આંખો અને બંને હાથ વડે પકડેલી નેળીઓ (નાળિયાના આકારનું સુશોભન ધરાવતી ન ણાં-કોથળી) આ મૂર્તિઓને વિશિષ્ટ સ્વરૂપ આપે છે.'
વિમલવસહીમાં દેરી નં. ૦માં વિ.સં. ૧૩૯૬ઈ.સ ૧૩૩૯-૪૦)નો લેખ ધરાવતી મુનિ શેખરસૂરિની પ્રતિમાં નોંધ પાત્ર છે. આચાર્ય પાટ પર બેઠેલા છે. એમના બંને કાન પાછળ એળે છે, જમણે ખભા પર મુહપરી રાખેલી છે. એમણે એક હાથે માળા ધારણ કરી શરીર પર વસ્ત્રો હેવાનાં ચિહન સ્પષ્ટ છે. આચાર્યની બંને બાજુએ સૂર અને બાલા નામના શ્રાવક હાથ જોડીને ઊભા છે.૪૨
૧ણવસહીના ગૂઢમંડપમાં એક બાજુએ રામતી(રાજુલ)ની મોટી કભી સુંદર મૂર્તિ છે રાજીમતી ત્રિભંગમાં સ્થિત છે. મસ્તક પર નાની જિનપ્રતિમા કંડારેલી છે. મસ્તક પાસે બંને બાજુએ કરેલી નાની કદની એક એક ચામરધારિણી ચામર ઢાળી રહી છે. જ્યારે નીચેના ભાગમાં બંને બાજુએ એક એક દાસી પુપમાળા હાથમાં લઈ ઊભી છે. મૂર્તિની નીચે વિ. સં. ૧૫૧૫ (ઈ. સ. ૧૪૫૮-૫૯)નો લેખ છે, જેમાં મૂર્તિને શ્રીરામતી' કહેવામાં આવી છે. ૪૩
પરંતુ ડો. ઉ. પ્રે શાહ મૂર્તિનું આલંકારિક સ્વરૂપ, ડાબા હાથમાં પકડેલ પાત્ર વગેરેને લક્ષમાં લઈ આ મૂર્તિ તીર્થંકર નેમિનાથની વાગ્દત્તા રામતીની નહેતાં કદાચ લવસહીના મૂળ સ્થપતિ શંભનદેવની માતાની લુપ્ત થયેલી એ પ્રતિમાની નકલરૂપે પાછળથી ભરાવેલી પ્રતિમા હોય એમ ધારે છે. ૪૪
ખંભાતમી આસ અને સાયન્સ કોલેજમાં સંગૃહીત ચારધારિણીની પ્રતિમા પણ નોંધપાત્ર છે. એ મંડોવર પની દ્વારશાખાના સુશોભનાત્મક થરના ભાગરૂપ હોવાનું જણાય છે. જમણા ઊંચા કરેલા હાથ વડે એ ચામર ઢળી રહી છે. ડાબે હાથ નિતંબને સપર્શ કરી રહ્યો છે. દુપટ્ટો ધારણ કરેલી આ કન્યા દ્વિભંગમાં ઉભેલી છે. એણે બધા પ્રકારનાં આભૂષણ સજ્યાં છે. શૈલીની દષ્ટિએ આ શિ૯૫ ૧૪મી સદીનું હોવાનું જણાય છે.
પોળોમાં અભાપુરમાં આવેલ શિવશક્તિ મંદિરમાં સ્તભ પર સ્ત્રીઓનાં મુખ્યત્વે શૃંગાર કરતાં મને હર મૂર્તિશિલ્પ કંડારેલાં છે(પદ ૩૬, આ. ૬૦-૬૩).