SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સલ્તનત કાલ ૫. ફિરંગી લખાણે મહમૂદ બેગડાના સમયથી ફિરંગીઓએ ગુજરાતમાં પગપેસારો કર્યો હતો ને બહાદુરશાહના સમયમાં દીવમાં કિલ્લો બાંધ્યો હતો, આથી ગુજરાતની રાજાના ઇતિહાસમાં એ કાલના ફિરંગીઓની ને ઉપયોગી નીવડે છે. દક્ષિણ ભારતમાં કાચીન વગેરે સ્થળોએ ઈ.સ. ૧૫૦૦–૧૫૧૭ દરમ્યાન વહીવટ કરતા ફિરંગી અમલદાર બારબોસાએ વતન પાછા ફરતાં હિંદી મહાસાગરના કિનારા પર આવેલા દેશે અને એના લોકો વિશે માહિતી આપતો પ્રવાસગ્રંથ લખ્યું હતું. એણે મહમૂદ બેગડાના ઉત્તરાધિકારી મુઝફર ર જાના સમયમાં ઈ. સ. ૧૫૧૫ ના અરસામાં ગુજરાતની મુલાકાત લીધી હતી, આથી એના પ્રવાસગ્રંથમાં ગુજરાતની સલ્તનત, એની વસ્તી અને લેકની હુન્નરકળાઓ, તેઓના રીતરિવાજ, ગુજરાતનાં શહેરો અને બંદરોને વેપાર અને સમૃદ્ધિ વગેરે વિશે ઠીક ઠીક માહિતી આપેલી છે. બંદરમાં રાંદેર અને દીવ વિશે એણે ખાસ માહિતી આપી છે. ફિરંગી સરકારે હિંદનાં ફિરંગી મથકાના વહીવટ માટે ૧૫૦૯ માં એફદ-આબુકર્કને સુ નીમેલે અને એણે ૧૫૧૫ સુધી સૂબાગીરી સંભાળેલી. એ દરમ્યાન ફિરંગી રાજાને લખેલા બધા અસલ પત્ર અને હવાલે એના મૃત્યુ (૧૫૧૫) બાદ એના પુત્ર બાઝ–દ-આબુકર્ક એકત્રિત કર્યો ને એનો સંગ્રહ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કર્યો. એમાં ફિરંગીઓ અને ગુજરાતની સલ્તનત વચ્ચેના રાજકીય સંબંધ વિશે ઘણી કિંમતી અને સમકાલીન સામગ્રી સાંપડે છે. આબુકર્ક ૧૫૧૪ માં ગુજરાતના સુલતાન પાસે મોકલેલા એલચીમંડળની કામગીરીને એમાં વિગતવાર વૃત્તાંત આપે છે. વળી એમાં ગુજરાતનો વિશાળ દરિયાકિનારો, એનાં મહત્ત્વનાં કાફલા-મથકે અને ત્યાંના મશહૂર ખલાસીઓ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે. આબુકર્કની સૂબાગીરી દરમ્યાન એના સચિવ તરીકે ૧૫૧૨ માં હિંદ આવેલા ગેમ્પરે અહીં છેક ૧૫૫૦ સુધી કામગીરી બજાવેલી. એણે ૧૪૯૭ થી ૧૫૫૦ સુધીના હિંદના ફિરંગી ઈતિહાસ વિશે માહિતીપૂર્ણ ગ્રંથ લખ્યો છે. એમાંના ઘણું બનાવ એણે જાતે જોયા હતા ને કેટલાક બનાવમાં સીધે સક્રિય ભાગ લીધે હતે. આબુકર્ક ૧૫૧૪ માં મુઝફફર રજા પાસે મોકલેલા એલચીમંડળની કામગીરી વિશે તેમજ ૧૫૩૧માં એ સમયના ફિરંગી સૂબા તુનેદ– કુન્હાએ દીવ પર મેકલેલા નૌકાદળની કામગીરી વિશે ગેસ્પર ઘણો લાંબો અને
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy