SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સાધન-સામગ્રી શિe કરેલા સમયનિર્દેશમાં વિક્રમ સંવતનું વર્ષ આપ્યું હોય છે. એમાં મુખ્ય પદ્ધતિ કાર્તિકાદિ વર્ષની અને અમાંત માસની પ્રચલિત હતી, છતાં હાલારમાં કાર્તિકાદિને બદલે આષાઢાદિ વર્ષ પ્રચલિત હેવાનું સંભવે છે. ક્યાંક વિક્રમ સંવતના વર્ષની સાથે “ભાવ”; “વિક્રમ” “પ્રજાપતિ” અને સાધારણ” જેવા સંવત્સરનું નામ પણ આપવામાં આવે છે. આ સંવત્સરે ઉત્તર ભારતની પદ્ધતિ પ્રમાણેના સાઠ બાર્હસ્પત્ય સંવત્સરીના ચક્ર પ્રમાણે બંધ બેસે છે. મહમૂદ બેગડાના સમયના દાહોદ અભિલેખમાં ઇસ્લામી બાંધકામને લગતા વિષય હોવાથી વિક્રમ સંવત અને શક સંવત ઉપરાંત હિજરી સન આપેલ છે. આ કાલના ઘણું અભિલોખ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયા છે. એમાં કેટલીક સુંદર પ્રશસ્તિઓને સમાવેશ થાય છે, જેમકે પંડિત વિશ્વેશ્વરે લખેલી એ વર્ષની મહુવા-પ્રશસ્તિ,૨૩ નાગર દ્વિજ કવિ શ્યામલે રચેલી વિ.સં. ૧૪૭૭ (ઈ.સ. ૧૪૧૭)ની જૂનાગઢ-પ્રશસ્તિ, ૨૪ અડાલજની વાવને લગતી વિ.સં. ૧૫૫૫ (ઈ.સ. ૧૪૯૯)ની પ્રશસ્તિ ૫ અને શત્રુ જય પર કમરાજે કરાવેલા સપ્તમ ઉદ્ધારને લગતી વિ.સં. ૧૫૮૭(ઈ.સ. ૧૫૩૨)ની પ્રશસ્તિ આ આ પ્રશસ્તિઓ મોટે ભાગે પૂર્ત કાર્યોના નિમણને લગતી હોય છે. આ કાલના કેટલાક અભિલેખ પૂરેપૂરા પઘબદ્ધ છે, કેટલાક ગદ્યપદ્યનું મિશ્રણ ધરાવે છે, તે ઘણા લેખ સાદા ગદ્યમાં લખાયા છે. પાળિયા પરના લેખો તથા પ્રતિમાલેખમાં વિષયની રજૂઆત સાદા ગદ્યમાં થઈ હોય છે. કેટલાક પાળિયા-લેખોમાં સંસ્કૃત રચના-શૈલીની અંદર તત્કાલીન ગુજરાતી ભાષાના પ્રયોગ જોવા મળે છે, તો કેટલાક લેખામાં પહેલાં મિતિ વગેરે સંસ્કૃતમાં આપીને પછીને ભાગ ગુજરાતીમાં આપવામાં આવ્યો હોય છે. ૨૮ આ અભિલેખો પરથી તત્કાલીન ભાષાની જેમ તત્કાલીન લિપિનું સ્વરૂપ પણ જાણવા મળે છે. સંખ્યાના અંક સામાન્ય રીતે અંક-ચિહ્નો દ્વારા દર્શાવાતા, પરંતુ હરચનામાં એને બદલે શબ્દ-સંકેત પ્રયોજાતા,ર૯ જિદવામૂલીય તથા ઉપષ્માનીય ચિહ્નોને પ્રયોગ લુપ્ત–પ્રાય થયો છે. “અને લેપ દર્શાવવા માટે અવગ્રહનું ચિત્ર પ્રજાતું.' આમ સંસ્કૃત અભિલેખો પરથી આ કાલનાં લિપિ, ભાષા, કાલગણના, ધાર્મિક પ્રવૃત્તિઓ, સમકાલીન શાસકો, યાદગાર ઘટનાઓ ઇત્યાદિ વિશે ઠીક ઠીક માહિતી પ્રાપ્ત થાય છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy