________________
૧૮]
સલ્તનત કાલ ૧૫૫૫નો, અમદાવાદને વિ.સં. ૧૫૫૬ ને અને માણસાને વિ.સં. ૧૫૮૨ને શિલાલેખ જેવા અનેક અભિલેખ નોંધપાત્ર છે. કયારેક કૂવા તળાવ અને ધર્મ, શાળાના નિમણને લગતા લેખ કોતરાયા છે. કેટલાક શિલાલેખોમાં ભૂમિદાનની હકીકત પણ આપેલી છે, જેમકે ધામળેજના વિ. સં. ૧૪૩૭(ઈ.સ. ૧૩૮૧)ના અભિલેખમાં વાજા વંશના રાજાએ બ્રાહ્મણોને મેધપુર નામે અપ્રહારનું દાન દીધાનું જણાવ્યું છે. ૨૧ કયારેક વષસન, રસાયણો (રસાલ પીણુ), સ્વાદિષ્ઠ ભોજને તથા સુંદર વાસણોના દાનની હકીકત પણ સેંધાઈ છે૨૨
પાળિયા સામાન્ય રીતે તળાવની પાળે, ગામના પાદરે કે યુદ્ધભૂમિની આસપાસ ઊભા કરેલા હોય છે. એ મોટે ભાગે યુદ્ધ કરતાં કરતાં, ગામનું રક્ષણ કરતાં કે ગામની વહારે ધાતાં વીરગતિ પામ્યા હોય તેવા યોદ્ધાઓની યાદગીરી દર્શાવે છે કે એના પરના લેખમાં એ ઘટનાને તથા એના સમયને નિર્દેશ કરી એ વીર પુરુષનાં નામ તથા કુળ નોંધવામાં આવે છે. કેટલીક વાર આવી
દ્ધાની પાછળ એની પત્ની સતી થતી ને એની યાદગીરીમાં એ સતીને પાળિયે પણ કરવામાં આવતો. એ પાળ પરના લેખમાં એ સતીનું નામ, એના પતિનું નામ વગેરે હકીક્ત સતી થયાના સમયનિર્દેશ સાથે જણાવવામાં આવે છે.
પ્રતિભા-લેખો ઘણું કરીને મંદિરમાં રહેલી પ્રતિમાઓની બેસણી પર કે કયારેક પીઠ પર કોતરેલ હોય છે. આ કાલના પ્રતિમા–લેખમાંના ઘણા લેખે જૈન પ્રતિમાઓ પર કતરેલા છે. એમાંના ઘણા લેખ આબુ શત્રુંજય ગિરનાર પાવાગઢ તારંગા વગેરે પર્વત પર જૈન મંદિરમાં મળ્યા છે. પ્રતિભા-લેખોમાં પ્રતિષ્ઠાના સમયનિર્દેશ ઉપરાંત પ્રતિષ્ઠિત તીર્થકરનું નામ, પ્રતિષ્ઠા કરાવનારનાં નામ કુલ જ્ઞાતિ પરિવાર વગેરે, પ્રતિષ્ઠા કરાવવાને હેતુ, પ્રતિષ્ઠા કરનાર સૂરિનાં નામ અને ગુરુ ગચછ વગેરે વિગત બેંધવામાં આવે છે.
આ અભિલેખો પરથી તત્કાલીન રાજકીય ઇતિહાસને ઉગી કેટલીક આનુષંગિક માહિતી મળે છે. ખાસ કરીને તે તે દેવાલય-નિર્માણ પ્રતિમા-પ્રતિષ્ઠા અને વાપીનિર્માણ જેવી નોંધપાત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે જાણવા મળે છે જ. એને લગતી વિગતે પરથી એ કાલનાં જ્ઞાતિઓ ગળો વ્યક્તિઓ સ્થળનામો મનુષ્યના ઇત્યાદિ વિવિધ સામાજિક-સાંસ્કૃતિક બાબતોને લગતી કેટલીક વિગત ઉપલબ્ધ થાય છે.
ઘણાખરા અભિલેખામાં સમયનિર્દેશ કરેલો હોઈ એ પરથી આ કાલની કાલગણના-પદ્ધતિને ખ્યાલ આવે છે. આ કાલના સર્વે સંસ્કૃત અભિલોમાં