SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનસામગ્રી [૧૭ બીજું કેટલુંક સાહિત્ય આ સમય ઉપર પ્રકાશ પાડે છે. માણિકયસુંદર સરિકત વર્ણ પ્રધાન ગદ્ય કાવ્ય પૃથ્વીચંદ્રચરિત' (ઈ.સ. ૧૪રર) અને અનાતકર્તાક વર્ણકસમુચ્ચય આદિમાં સંગ્રહીત વિવિધ વણકે ભૌતિક જીવનનાં અનેક અંગ સમજવામાં ઉપયોગી છે. હીરાણુંદસૂરિસ્કૃત “કલિકાલ–રાસ” અને “કલિકાલ– બત્રીસી' (ઈ.સ. ૧૪૨૮ આસપાસ) તથા સંવેગસુંદરસ્કૃત “સાર–શિખામણ રાસ (ઈ.સ. ૧૪૯૨) જેવી રચનાઓ સમકાલીન પરિસ્થિતિ અને માન્યતાઓનું પ્રતિબિંબ પાડે છે. ગણપતિનત “માધવાનલકામકંદલાપ્રબંધ' (ઈ.સ. ૧૫૧૬) પરંપરાગત લૌકિકથા ઉપર આધારિત કાવ્ય-કૃતિ હોવા છતાં એમાંની તાદશ અને વિપુલ વર્ણન-સમૃદ્ધિના કારણે સમકાલીન સમાજનું જાણે કે દર્પણ બની જાય છે. ૪. સંસ્કૃત-ગુજરાતી અભિલેખો ઈસ્લામી સ્મારકને લગતા અભિલેખ અરબી-ફારસીમાં છે, પરંતુ મંદિરો વાવો વગેરેને લગતા અભિલેખ સંસ્કૃતમાં અથવા સંસ્કૃત-ગુજરાતીમાં છે. સલ્તનત કાલના અભિલેખમાં લગભગ ત્રણસો જેટલા સંસ્કૃત અને સંસ્કૃતગુજરાતી શિલાલેખ મળ્યા છે, તું જ્યારે પ્રતિમાલેખોની સંખ્યા તે લગભગ ચેત્રીસ જેટલી થાય છે. ૧૯ આ આંકડા પ્રસિદ્ધ થયેલા અભિલેખોના છે. અપ્રસિદ્ધ રહેલા અભિલેખ ઘણા છે, ખાસ કરીને પ્રતિમાલેખે તથા પાળિયાલેબ. શિલાલેખોમાંના ઘણા લેખ શિલા-ફલક અને પાળિયા પર અને ચેડા લેખ શિલાતંભ પર કોતરેલા છે. પ્રતિમાલેખોમાં ઘણું લેખ ધાતુપ્રતિમાઓ પર અને થોડા લેખ પાષાણપ્રતિમાઓ પર કોતરાયા છે. શિલાફલક પર કોતરેલા અભિલેખ સામાન્યતઃ મંદિર વાવ કૂવા તળાવ વગેરે સ્થળોએથી મળે છે. એમાં મોટે ભાગે દેવાલ વાપીઓ કપ વગેરે પૂર્ત. કાર્યોના નિર્માણની કે દેવાલયોના જીર્ણોદ્ધારની હકીકત નોંધવામાં આવી હોય છે. આમાંના કેટલાક અભિલેખો પરથી તે તે કાલના હિંદુ કે મુસ્લિમ રાજાઓ, રાજ્યના અધિકારીઓ, આક્રમણો ઈત્યાદિ રાજકીય હકીકત વિશે પણ કેટલીક આનુષંગિક માહિતી પ્રાપ્ત થાય છે. પૂર્ણ કાર્યોની નિમણને લગતા અભિલેખોમાંના કેટલાક વાપી-નિર્માણને લગતા છે. એમાં માંગરોળ(સેરઠ)ને વિ.સં. ૧૩૭૫ ને, મહુવાને વિ.સં.૧૪૩૭ને, પ્રભાસપાટણને વિ.સં. ૧૪૪ર ને, ધોળકાને વિ.સં. ૧૮૬૬ ને, તારાપુર(તા. ખંભાત) ને વિ.સં. ૧૫૧૮ ને, ખંભાતને વિ.સં. ૧૫૩૯ ને, અડાલજને વિ.સં. . સ. ૨
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy