________________
સલ્તનત કાલ
આવું જ મહત્વ રાજવંશાવલિઓનું છે. રંગવિજયે “ગુર્જરદેશભૂપાવલી – (ઈ.સ. ૧૮૦૯)માં પિતાના સમય સુધીની ગુજરાતની રાજવંશાવલીઓ આપી છે. વળી ગ્રંથભંડારોમાં છૂટક હસ્તલિખિત પાનાંરૂપે સચવાયેલી અનેક વંશાવલીઓ મળે છે તેઓમાં ઉલિખિત સાલવારી તથા પ્રાસંગિક હકીકતો દ્વારા પ્રસ્તુત કાલના રાજકીય ઇતિહાસ ઉપર સારો પ્રકાશ પડે છે.૧૪
ગુજરાતની વિવિધ જ્ઞાતિઓનાં જ્ઞાતિપુરાણ મુસ્લિમ રાજ્યસત્તાની સ્થાપના પછી રચાયેલાં હેઈ આપણા અભ્યાસપાત્ર કાલ માટે કામનાં છે. એમાં અપાયેલ વૃત્તાંત આનુશ્રુતિક તથા પૌરાણિક કથનરીતિથી રંગાયેલા હોવા છતાં જે કાલમાં જ્ઞાતિભેદને ગુણાકાર થયે જતો હતો તે કાલની સામાજિક સ્થિતિના અભ્યાસ માટે એ મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે. ૧૫
ગ્રંથકારોની પ્રશસ્તિઓ તથા હસ્તલિખિત ગ્રંથના લહિયાઓની પુષિકાઓ વડે રાજકીય સામાજિક અને સાહિત્યિક ઇતિહાસ ઉપર સારે પ્રકાશ પડે છે. સલતનત-કાલમાં ઉપલબ્ધ હસ્તપ્રતોની સંખ્યાની, અગાઉની તુલનાએ, વિપુલતા હેઈ પ્રશસ્તિ-પુપિકા આદિ સામગ્રીનું પણ વૈપુલ્ય છે.
આ સામગ્રી વિપ્રકીર્ણ સ્વરૂપની હોવા છતાં ખૂબ રસપ્રદ અને ઉપયોગી છે. કેમકે જે તે સમયના સમાજ અને સંસ્કૃતિનાં અનેક પાસાં ઉપર એ પ્રકાશ પાડે છે. વિવિધ જ્ઞાતિઓ, પેટાજ્ઞાતિ, પંથ, ગચ્છો અને કુટુંબના સામાજિક અને ધાર્મિક ઇતિહાસ વિશે બીજા સાધનામાંથી ભાગ્યે જ મળે તેવી માહિતી આપે છે, તથા સ્થળનામના અભ્યાસ માટે તે ખરેખર અમૂલ્ય છે.
આ સિવાય બીજા એક પ્રકારનું ઐતિહાસિક સાધન છે દસ્તાવેજો. સોલંકી કાલના દસ્તાવેજો લેખ પદ્ધતિમાં સંઘરાયા છે, પણ સમકાલીન દસ્તાવેજોની પ્રત્યક્ષ ઉપલબ્ધિ આ કાલખંડમાં જ થાય છે. ૧૬ દસ્તાવેજોમાં તત્કાલીન રાજા ઉપરાંત સ્થાનિક રાજ્યાધિકારીઓને ઉલ્લેખ હોય છે અને જે ગ્રામ યા નગરમાં દસ્તાવેજ લખાયો હોય ત્યાંની સ્થિતિ ઉપરાંત દૈનિક અને વ્યાવહારિક જીવનની નાની–મેટી અનેક વિગતોની એ નોંધ લે છે. મુસ્લિમ સત્તાની સ્થાપના પછી કચેરીઓનું એકંદરે કામ ફારસીમાં ચાલવા છતાં ગુજરાતીમાં લખાયેલા દસ્તાવેજો નોંધાતા અને અગાઉની પરંપરાને અનુસરીને કવચિત સંસ્કૃત દસ્તાવેજો પણ મંજૂર રખાતા અને બેંધાતા.૧૭ ઇતિહાસ ઉપરાંત ભાષા અને શબ્દપ્રયોગની દૃષ્ટિએ પણ આ દસ્તાવેજો અભ્યાસપાત્ર છે.