________________
૧ લું]
સાધન સામગ્રી
સાંસ્કૃતિક અધ્યયન માટે ઉપયોગી છે. આ બંને કૃતિઓ સાથે સરખાવી શકાય તેવી ઐતિહાસિક રચના અમૃતકલ–કૃત “ હમ્મીરપ્રબંધ” (ઈ.સ. ૧૫૧૮) છે. એમાં તથા નયચંદ્રસૂરિકૃત સંસ્કૃત “હમ્મીરમહાકાવ્ય” (ઈ.સ. ૧૩૮૪ આસપાસ) માં રણથંભેરના પરાક્રમી રાજા હમ્મીરનું ચરિત્ર આલેખાયેલું છે, છતાં ગુજરાતના ઈતિહાસ સાથે સબંધ ધરાવતી કેટલીક પ્રાસંગિક બાબતે આમાંથી મળે છે અને તત્કાલીન સમાજના અભ્યાસ માટે તો બંને મૂલ્યવાન છે.
પ્રતિષ્ઠામ-કૃત સંરકૃત સેમ સૌભાગ્ય કાવ્ય” (ઈ.સ ૧૪૯૮)માં વિખ્યાત જૈન આચાર્ય સોમસુંદરસૂરિની જીવનકથા નિરૂપિત હેઈ તત્કાલીન ગુજરાતના સામાજિક અને ધાર્મિક જીવન માટે એ કાવ્ય અગત્યનું છે.
પ્રસ્તુત કાલખંડમાં એ સમયની ગુજરાતી ભાષામાં અનેક ઐતિહાસિક જૈન રાસ રચાયેલા છે.૧૧ એ રાસે બહુધા કેઈ આચાર્ય સાધુ કે સાધ્વી વિશે અથવા એમના જીવનના કોઈ પ્રસંગ પર હોય છે, કવચિત કઈ વિશિષ્ટ અને પ્રભાવશાળી ગૃહસ્થ વિશે પણ રાસની રચના થઈ છે. આ રાસે માત્ર જૈન સમાજની નહિ, પણ તત્કાલીન ગુજરાતની ધાર્મિક અને સામાજિક સ્થિતિ ઉપર અનેકવિધ પ્રકાશ પાડે છે. વ્યક્તિગત આચાર્યું કે ગુરુઓ વિશે નાનકડાં સ્તવન કે ફાગુઓ પણ રચાયેલાં છે. નાનામેટાં જૈન તીર્થોનું વર્ણન કરતી કે એને વૃત્તાંત આલેખતી અનેક નાનીમેટી કૃતિઓ મળે છે. આચાર્ય મહેંદ્રપ્રભે (મૃ.: ઈ.સ. ૧૩૮૮) રચેલું “તીર્થમાલા” પ્રકરણ વિવિધ જૈન તીર્થોને ઐતિહાસિક કે પરંપરાગત વૃત્તાંત આલેખે છે. અગાઉ જેને ઉલ્લેખ કર્યો છે તે જિનપ્રભસૂરિ-કૃત “વિવિધતીર્થકલ્પ' એક પ્રકારની તીર્થમાલા જ છે. જની તીર્થમાલાઓ કે ચૈત્યપરિપાટીએ કે કેટલાક સંગ્રહ પણ પ્રગટ થયા છે. ૩ કેટલાંક વિશિષ્ટ નગરો વિશેની મૈત્ય-પરિપાટીઓ તે તે નગરના ઇતિહાસ માટે પણ કામની છે.
જેને જુદા જુદા ગચ્છોની ગુરુ-પરંપરા વર્ણવતી ગુર્નાવલીઓ કે પદાવલીઓ પણ ધાર્મિક-સામાજિક ઈતિહાસ માટે તથા એમાં સંગૃહીત પ્રકીર્ણ છતાં રસપ્રદ માહિતી માટે નોંધપાત્ર છે. મુનિ સુંદરસૂરિકૃત “મુર્નાવલી” (ઈ.સ. ૧૪૧૦) અને જૂની ગુજરાતીમાં રચાયેલ અજ્ઞાતકર્તક “વીરવંશાવલી” (ઈ.સ. ૧૭૫૦) ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતીમાં અનેક નાનીમોટી પઢાવલીઓ ઉપલબ્ધ છે. આ પટ્ટાવલીઓમાં વિવિધ ઘટનાઓનાં વર્ષોને ઉલેખ વિપુલ પ્રમાણમાં થયેલ છે એ વસ્તુ આપણું ઐતિહાસિક સાધનમાં ખૂબ મહત્ત્વની છે,