________________
૧C) સાધન-સામગ્રી
[૨૧ વિગતવાર વૃત્તાંત આપે છે. દીવને માટે ફિરંગીઓ અને ગુજરાતની સતત વચ્ચે ચાલેલા લાંબા વિગ્રહનું ફિરંગી ખ્યાન જણાવવામાં ગેપરને ગંધ આંખે દીઠા હેવાલ તરીકે ઘણો ઉપયોગી નીવડ્યો છે.
૧, પુરાવસ્તુકીય સાધને આ કાલનાં સ્થાપત્યકીય સ્મારકોમાં કેટલાંક નવનિર્મિત દેવાલયો તેમજ જીર્ણોદ્ધાર પામેલાં કેટલાંક જતાં દેવાલયના સંસ્કારિત તથા અભિવર્ધિત અંશ ખાસ નેંધપાત્ર છે. એમાં કેટલાંક જૈન મંદિરોને પણ સમાવેશ થાય છે. આ કાલનાં સ્થાપત્યકીય સ્મારકામાં દેવાલયો તથા જિનાલયો ઉપરાંત અનેક મજિદ દરગાહ રોજા કબર ઈદગાહને ઉમેરો થાય છે.
એમાં ખંભાત ધોળકા માંગરોળ(સોરઠ) અમદાવાદ સરખેજ ચાંપાનેર વગેરે સ્થળોની મસ્જિદે ગણનાપાત્ર છે. મસ્જિદના સ્થાપત્યકીય સ્વરૂપમાં ગુજરાતમાં કેટલાંક વિશિષ્ટ લક્ષણ ઘડાયાં. એવી રીતે આ કાલમાં કેટલાંક નવાં નગર બંધાયાં, ખાસ કરીને જૂનાં નગરોની બાજુમાં, જેમકે અહમદાબાદ(અમદાવાદ) મહમૂદાબાદ(મહેમદાવાદ) અને મુહમ્મદાબાદ(ચાંપાનેર). મધ્યકાલીન નગર રચનાની દષ્ટિએ આ નવાં નગરની રચના અભ્યાસ કરવાલાયક છે. એના કિલ્લા બુરજ અને દરવાજા પણ અવલેકનીય છે. લૌકિક સ્થાપત્યમાં એ ઉપરાંત કેટલાક સુંદર વાવો કૂવા તળાવ ઉપવન વગેરેનું પણ નિર્માણ થયું; જેમ કે અડાલજની વાવ, કાંકરિયા તળાવ (હાજે કુબ) અને મહેમદાબાનું ભમ્મરિયો કૂવા સાથેનું આહુખાના (મૃગોપવન).
હિંદુ તથા જૈન મંદિરમાં પ્રતિમાઓ તથા ઈતર શિલ્પકૃતિઓ દ્વારા શિલ્પકલાનું ખેડાણ ચાલુ રહ્યું, પરંતુ સેલંકી કાલની સરખામણીએ એમાં એ કાલનાં વળતાં પાણી વરતાય છે. ઇસ્લામી સ્થાપત્યમાં શિલ્પકલાને અવકાશ ધણો સીમિત રહ્યો, પરંતુ એ સીમિત ક્ષેત્રમાં ફૂલવેલની તેમજ ભૌમિતિક આકૃતિઓ કંડારવામાં વિવિધ અને બારીક નક્શીકામનું કૌશલ ખીલ્યું.
આ કાલની ચિત્રકલામાં ભિતિચિના નમૂના જવલ્લે મળે છે, પરંતુ હસ્તલિખિત પ્રતમાં આલેખાયેલાં લઘુચિત્રોમાં પશ્ચિમી ભારતની વિશિષ્ટ કલાશૈલી જોવા મળે છે.
સલ્તનત કાલના સિક્કાઓમાં પ્રાચીન કાલના સિક્કાઓ પર અંકિત થતી એવી વિવિધ આકૃતિઓ જોવા મળતી નથી, પરંતુ આકાર માપ ધાતુ વગેરેનું વૈવિધ્ય તેમજ એમાં મુદ્રાંકિત થતા લખાણમાં સુલેખનકલાની શૈલીઓનું વૈવિધ્ય નેંધપાત્ર ગણાય.