________________
૪૭૬)
સતનત કાલ
[પ્ર.
વડે વીણા વગાડે છે. એના કમલાસનને વાહન હસે ધારણ કર્યું છે. નીચેના ભાગમાં ચ માધારિણીની મનહર ઓક તે કંડારેલી છે, જે ડાબો હાથ ખંડિત છે. સુઘડ કોતરણી અને રૂપાંકન-પદ્ધતિ પરથી આ પ્રતિમા ૧૪મી સદીની હેવાનું જણાય છે.
પ્રસ્તુત કાલની રક્ત ચામુંડા 1 બે પ્રતિમા જાણવા મળી છે.
ઝાલાઓની જૂની રાજધાની કંકાવટી(જિ. સુરેન્દ્રનગર)ના શિવમંદિરમાં રક્ત ચામુંડાની નાની મૂર્તિ છે. પભુ ન દેવાના ઉપલા જમણા હાથમાં સંભવતઃ ચક્ર અને ડાબા હાથમાં માંસને ટુકડે છે, જ્યારે મધ્યના ડાબા હાથમાં રક્ત પાત્ર(ક લ) પકડયું છે ને જમણા હાથે એમાં માંસનો ટુકડો બળેલો જણાય છે. નીચલા જમા હાથે પા ા અને ડાબા હાથે ખવાંગ ધારણ કરેલ છે. મસ્તક પર મુકુટ, કાનમાં રત્નકુંડળ, હાથમાં વલય અને પગમાં નૂપુર છે. ઊભેલ દેવીના પગ પાછળ શબ પડયું છે. શિદરી દેવીનાં આંતરડાં અને બધા સ્નાયુ ઉપસાવીને બતાવ્યા છે. દેવીની આંખો ક્રોધ ભરી બહાર ઊપસી આવી છે. દેવીની પાછળ વાહન તરીકે પશુ ઊભેલું છે, પણ એનું મુખ ખંડિત હોવાથી એ ઓળખી શકાતું નથી. દેવીએ અધવસ્ત્ર પહેરેલું જણાય છે. રક્તચામુંડાની આ પ્રતિમા સંભવત: ગુજરાતમાંથી મળેલી આ પ્રકારની પહેલી પ્રતિમા છે.
પિ વિસ્તારમાં આવેલા સારણેશ્વર મંદિરમાંથી ચતુર્ભુજ રક્ત ચામુંડાની મૂર્તિ મળી આવી છે (પદ ૩ર આ. ૫૪). દેવીએ ઉપલા જમણા હાથમાં વજ અને નીચલા ડાબા હાથમાં ખવાંગ ધારણ કરેલ છે, ઉપલા ડાબા હાથ વડે રક્ત પાત્ર પકડયું છે ને નીચલા જમણા હાથ વડે એ માંસને ટુકડે ખાય છે. દેવીએ જટામુકુટ બાજુબંધ વલય, પગનાં કડાં લાંબી મુંડમાલા ધારણ કરેલ છે. વળી અધોવસ્ત્ર પણ પહેરેલું જણાય છે. દેવીના પેટે ઊંડે ખાડે પડ્યો છે ને પાંસળાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યાં છે. પગ પાછળ શબ પડયું છે. ડાબી બાજુએ નીચેના ભાગમાં જ કામુકુટ ધારણ કરેલી એક સ્ત્રી હાથ જોડીને ઊભી છે.
પ્રભાસ પાટણમાંથી ૧૪મી સદીની કેટલીક શક્તિપ્રતિમાઓ મળી આવી છે. ભદ્રકાળીના મંદિરમાં ચામુંડાની પૂજાતી મૂર્તિમાં શબાસના દેવીએ છરિકા ત્રિશૂળ ખટવાંગ અને ખપ્પર ધારણ કરેલ જોવા મળે છે. આ મંદિરમાં આ કાલની એક ભુજ મહિષમદિનીની ખંડિત પ્રતિમા પણ છે. નાલેશ્વરના મંદિરમાં ચતુર્ભુજ મહિષમર્દિનીની સરસ મૂર્તિ છે, જેમાં દેવીએ ત્રિશલ ખગ ખેટક અને મહિષાસુરના કેશ ધારણ કરેલા નજરે પડે છે. ગૌરીના મંદિરમાં એક સિંહવાહના ચતુર્ભુજ પ્રતિમામાં નીચલા બે હાથ ખંડિત છે, જ્યારે ઉપલા બેમાં ખગ્ન "