________________
૧૬ મુJ શિવકૃતિઓ
[૭૭ . અને ખેટક ધારણ કરેલ છે. પંચમુખ મંદિરમાં આવેલ પભુ જ દેવીપ્રતિમામાં અનુક્રમે વરદમુદ્રા વિજ ખખેટક ડમરુ અને અપરિચિત આયુધ જોવા મળે છે.અહલ્યાબાઈ વાળા સોમનાથ મંદિરમાં વિ.સં. ૧૩૯૮ (ઈ.સ. ૧૩૪૧-૪૨)ના લેખવાળી હંસવાહના સરસ્વતીની સરસ પ્રતિમા છે. દેવીના ઉપલા બંને હાથમાં અગ્નિકુંભ(વડવાનલ). નીચલે જમણા હાથ વરદ મુદ્રામાં અને ડાબો હાથ અભય મુદ્રામાં છે. ૧૩
સોમનાથના પ્રાંગણમાંથી મળેલી અને પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સુરક્ષિત ૧૦ હાથભળી દેવીના નવ હાથ ખંડિત છે, જ્યારે સૌથી ઉપલા હાથમાં દેવીએ પદ્મ ધારણ કરેલું છે. એનું વાહન મકરનું લાગે છે. આ મૂર્તિ ૧૫ મી સદીન હોવાનું મનાય છે. ૧૪ '
ધોળકામથી મળી આવેલી ગણેશ વક્રતુંડની પ્રતિમા વિશિષ્ટ મૂતિવિધાન ધરાવે છે. મૂર્તિના પરિકરના પાછલા ભાગમાં વિ.સં. ૧૫૭૬(ઈ.સ. ૧૫૧૦-૨૦)ને લેખ અને મૂર્તિની બેસણી પર વક્રતુંડ” શબ્દ લખેલે છે. આ ચતુર્ભુજ દેવના જમણી બાજુના ઉપલા હાથમાં અંકુશ અને નીચલા હાથમાં મોદક છે, જ્યારે ડાબી બાજુના ઉપલા હાથમાં પરશુ અને નીચલા હાથમાં અસ્પષ્ટ વસ્તુ છે. દેવતામૂર્તિ પ્રકરણમાં આપેલાં વક્રતુંડનાં લક્ષણ કરતાં આ મૂર્તિ જુદી પડે છે. ૫
મોટા પિશીનામાં નીલકંઠેશ્વર મંદિરના મંડપર ઉપર વાયવ્ય કોણમાં દિફ પાલ વાયુદેવની બે હાથવાળી અંલકારોથી સુશોભિત મૂર્તિ મૂકેલી છે. બંને હાથ ખંડિત હોવાથી આયુધો વિશે જાણી શકાતું નથી. દેવના પગ પાસે વાહન હરણ બેઠેલું છે. એના મોંવાળો ભાગ ખં ડત છે. વળી દેવની ડાબી બાજુએ ગવાક્ષની બહાર પણ હરણ કંડારેલું જોવા મળે છે. ગુજરાતમાં વાયુની ચાર ભુજાવાળ મૂર્તિઓ મળતી હોવાથી, કે આ દ્વિભુજ પ્રતિભા વિરલ દષ્ટાંત ગણાય. વડનગરના હાટકેશ્વર મંદિરમાં દિપાલ વાયુની ચતુર્ભુજ મૂર્તાિ પરંપરાગત સ્વરૂપ ધરાવે છે.
વડનગરના હાટકેશ્વર મડાદેવમાં દક્ષિણ દિશાના દિકપાલ યમરાજનું સુંદર શિલ્પ (પટ્ટ ૩૩ આ. ૫૫) જોવા મળે છે. ચતુર્ભુજ દેવના ઉપલા જમણ. હાથમાં ગદા અને ડાબામાં કુકુટ છે, જ્યારે નીચલા જમણા હાથમાં લેખિની અને ડાબા હાથમાં પુસ્તક છે. દેવનાં નેત્ર પ્રદીપ્ત અગ્નિ જેવાં છે. એમના માથે કિરીટમુકુટ અને શરીર પર અલંકારોની સુંદર સજાવટ છે. એમની પાસે વાહન મહિષ ઊભે છે. “રૂપાવતાર' અને રૂપમંડન' નામના શિલ્પગ્રંથ અનુસારનું આ પ્રતિમા વિધાન જણાય છે, ફેર કેવળ એટલો છે કે અહીં દંડને બદલે ગદા ધારણ કરેલી બતાવવામાં આવી છે. ૧૭