________________
૪૨૪]
સલ્તનત કાલે
સ્વાભાવિક વધારે માળ રહેતા, જ્યારે આ કાલમાં લંબે પ્રરતાર વધારે હોઈ એ પ્રમાણમાં છીછરી ને ઓછા માળવાળી બને છે. છતાં અહી રચનામાં સારી એવી એકસાઈ રખાયાના કારણે એ સલામત રહી છે. પગથિયાં જોડતાં પણ પગથિયાંને અંત-ભાગ સીધે ન રાખતાં ખાંચાવાળો રાખ્યો છે, જેથી ધરતીકંપ કે બીજા કોઈ દબાણથી એક પણ ભાગ આગળ ન આવી શકે.
મહેમદાવાદને ભમરિયે કૂવે (પદ ૮)-ખેડા જિલ્લામાં ખેડાથી ૧૧ કિલોમીટર દૂર મહેમદાવાદમાં આવેલ આ કૂવાનું ગુજરાતના નાગરિક સ્થાપત્યમાં અનેક રીતે વિશિષ્ટ સ્થાન ગણાવું જોઈએ. આ કૂવાની રચનામાં શૈલગ્રહની પદ્ધતિ ને બાંધકામ પદ્ધતિ બંનેનો ઉપયોગ થયો છે. કૂવે પથ્થર તેમજ ઈટને ઉપયોગ કરી તથા કોતરીને બનાવેલું છે. એમાં નાહવાના ખંડે છે ને કૂવામાંથી પગથિયાં દ્વારા ઉપર પાણી લાવવાની વ્યવસ્થા છે. કૂવાને કાંઠે અષ્ટ કોણ છે અને એની ઉપરથી નીચેના માળે ઊતરવા માટે ચાર સીડીઓ કરી છે. નીચલા ભજલે ચાર દિશામાં ચાર લંબચોરસ મોટા ખંડ અને ચાર ખૂણા માં ચાર નાના ખંડ કરેલા છે. આ મજલેથી પાણી સુધી ઊતરવા માટે ગોળ ફરતી ચાર સીડીઓ કરેલી છે. આ કૂવો હમામખાનાને ભાગ ભજવે છે ને આરામગાહને પણ. એની આજુબાજુનું ઉદ્યાન મનોરંજન-સ્થળ તરીકે વપરાતું. આનંદધામ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા આ કૂવાની રચના સ્થાપત્યને એક નમૂન છે એમ અવશ્ય કહી શકાય. અંતઃપુરની એકાંત, ગરમીમાંથી બચવા સ્નાન કે શયન અને આરામને આનંદ આ કૂવાના મહાલયમાં લભ્ય છે. ત્રણ માળની આ ઇમારત સવિશેષપણે સતનત કાલની એ સિદ્ધિનું પ્રદાન કરે છે..
ધબકાનું ખાનસરોવર–અમદાવાદથી ૪૦ કિલોમીટર દૂર જોળકામાં ખાનમજિદની પાછળ આવેલું ખાનસરોવર સતનત કાલની અનુપમ સિદ્ધિ છે. એની રચના સાદી હોવા છતાં ધોળકાને પાણી પૂરું પાડવામાં આજ સુધી એનો ફાળો છે. મહમૂદ બેગડાના સેનાપતિના નામ પરથી “ખાન મસ્જિદ”ને
ખાન સરોવર’ નામ પડયું છે. આ સરોવરમાં વચ્ચે છત્રી ને આરામગાહની જગા હશે એમ લાગે છે.
સરખેજના મહેલે અને સવર–સરખેજમાં રજાની ને મસ્જિદની પાછળ આવેલા સરોવરના સામા કિનારે સલ્તનત કાલના મહેલો છે. એક રીતે જોતાં એની બંધણી પર વિદેશી અસર નથી, પરંતુ ઝરૂખા અને જાળીઓથી સજ્જ હિંદુ મહેલનું પુનરાવર્તન માત્ર છે. સરોવરની પાસે હોવાથી મુખ્યત્વે આ આનંદપ્રમોદ માટેના મહેલ હતા એમ માની શકાય. વળી એની રચનામાં ઈટ અને કોંક્રીટને એ છે