________________
૧૫ સુI
સ્થાપત્યકીય સ્મારકે
કિર૩
મંડપ ૧૬'ના છે. અષ્ટકોણ કૂવાને રસ ભાગ ૨૪ને છે. મંડપ ઊંચા નથી. સાદા થાંભલા છે. દરેક ખડમાં મજિદની જેમ ગોખ મૂકેલા છે. વાવ કતરણીથી પૂર્ણ છે. છેક પાણી સુધી જતી બે નાની ગોળ ચક્રાકાર સીડીઓ છે. બેસવાનું કક્ષાસન સુંદર રીતે કરેલું છે. વાવના બાંધકામની યોજનામાં મુખ્ય પદ (એકમ) થાભલાની બેસણીને વિસ્તાર છે. એના આધારે ૨, ૩, ૪ ગુણાકારમાં જગ્યા ખાલી રાખી છે, તેથી એને સ્કેલ ખૂબ જ મનમોહક બને છે. વળી ઊંચાઈમાં પણ આ જ પદને ગુણાકાર ઉપયોગમાં લીધો છે, જેના કારણે સમગ્ર વાવનું આયોજન સરળ છતાં સપ્રમાણ બને છે. પગથિયાનું માપ પણ ઊંચાઈમાં આ પદનાથી અધું અને એને સપાટ ભાગ ૨ પદ જેટલો આમ ખૂબ જ વ્યવસ્થિત છે. . બી. આ વાવને ભદ્રા” જાતની વાવ કહી છે. ૧૭
અડાલજની વાવ(પટ્ટ ૭)–અમદાવાદથી ૧૮ કિલોમીટર દૂર મહેસાણા જવાના રાષ્ટ્રિય ધોરી માર્ગ નજીક આ વાવ આવેલી છે. એમાં ત્રણ બાજુથી પ્રવેશી શકાય છે, એ બતાવે છે કે ત્યાં આવવાના ત્રણ રસ્તા હશે, જેથી દરેક રસ્તા રફ એનું મુખ કરેલું છે. સતનત કાલની વાવની આજનામાં હિંદુ શાસ્ત્રોનો આધાર જરૂર છે, પણ એની નકલ નથી. અડાલજની વાવમાં વચ્ચે રેરાને મંડપ છે. એના ઉપર ઘુંમટ હોવાનો સંભવ છે. મંડપની બાજુમાંના ઝરૂખા એમાં બેસી જતા-આવતાને નિહાળવા માટેની ઉત્તમ બારી જેવા છે. આ વાવ અસાધારણ સુંદર રીતે શણગારેલી છે. વાવના ગોખ પણ કતરણીવાળા છે. એમાં કંઈક અંશે સમાજજીવન રજૂ કરેલું છે. નવગ્રહ પલંગ પાણી કમળાકૃતિ વગેરે અનેક હિંદુ પ્રતીક એમાં કતરેલાં છે. વાવની લંબાઈ ૨૫૧' છે. છેડે બને બાજુ ચક્રાકાર સીડીઓ છે, જે છેક પાણી સુધી લઈ જાય છે. એ પરથી પાણીની સપાટી કયાંસુધી સામાન્યપણે રહેતી હશે એ જાણી શકાય છે. વાવના લેખમાં જણાવ્યા મુજબ આ વાવ સં. ૧૫૫૫ માં સુલતાન મહમૂદના રાજ્યમાં દંડાહીના વાઘેલા રાજા મોકલસિંહના વંશજ વિરસિંહની પત્ની રૂડદેવીએ પોતાના પતિના પુણ્યાર્થે કરાવી હતી ને એના નિર્માણનું ખર્ચ ૫.૦૦,૧૧૧ ઢંકા થયું હતું.૧૮ આ વાવની રચનામાં પણ સપ્રમાણતા આવવાનું કારણ એમાં વાપરેલ તંભોની બેસણુના કદનું પદ છે. એમાં ૧, ૨, ૩, ૪ ની ગણતરીના આધારે આજના થયેલી છે. ખૂબી તો એ છે કે ભીંતમાં મૂકેલા પથ્થર પણ નિશ્ચિત સ્કેલના ને માપના છે, જેથી આખીય વાવની આયેાજના એકદમ પૂર્ણ અને સમાયુક્ત બને છે.
વાવમાં જેને કૂટ કે કઠા કહીએ છીએ તેને ખ્યાલ આ વાવમાં રાખવામાં આવતી રહેતી-ખાલી જગાના આધારે ગણાતો હોય છે. વાવના માળને આધાર તે કેટલી ઊંડી જાય છે તેના પ્રમાણમાં હોય છે. સલતનત કાલ પહેલાંની વાવમાં