SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ કર) “સતનત કાલ (પ્ર. 'ચાઈ હેય ને જ્યાંથી પાણી આવતાં બાજુના કુંડમાં સંગ્રહાય ત્યાંથી પ્રવેશનું અંતર નક્કી કરી વચ્ચે વચ્ચે ગાળા રાખી ખોદકામ ઊંડું ઉતારતા જતા. એક ગાળાનું ખોદકામ પૂરું થાય, ત્યાં સપાટ જમીન રાખી એના પર બાંધકામ કરી લેતા. પછીથી ઢોળાવવાળું ખોદકામ કરતા ને પગથિયાં ગોઠવતા, રતંભો વગેરે જેડી દેતા. આજુબાજુની ભીંતમાં પરે ઊંડે સુધી જવા દેતા ને એને ટેકા(bracing)થી બરાબર પકડી રાખતા. પરિણામે વાવની લંબાઈ વધતી પણ આ વધુ ટકાઉ ને જવા-આવવાની સરળતાવાળી બનતી. અડાલજની અને બાઈ રીરની વાવમાં આ સુવિધા સ્પષ્ટ દેખાય છે. માતા ભવાન'ની વાવ–આ વાવ સલતનત કાલની છે કે પહેલાંની એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ આ વિસ્તારમાં આ વાવ સહતનત કાલમ તો હશે જ એટલું પ્રતીત થાય છે. આ વાવ અસારવામાં આવેલી છે. એ શહેર વતાં પહેલાંની છે એમ છે. બર્જેસ માને છે. એની બાંધણી હકીકતમાં એ બાબત પુરવાર પણ કરે છે. એનું ચડાણ સીધું હોવાથી પગથિયાં સીધાં ન કરતા હૈડે છેટે કાપીને આડા કર્યા છે. ૧૫ “મિરાતે અહમદી'માં આ વાવનો ઉલ્લેખ છે. બાંધકામની દષ્ટિએ જોતાં આ બાંધકામ શહેરની સ્થાપના પહેલાંનું જ છે એ એની રચનાપદ્ધતિ ને બાંધકામ જોતાં લાગે છે. એ સમય સંભવત: ઈ સ.ની ૧૪મી સદી હોઈ શકે, કારણ કે પગથિયામાં મોઢેરાના કુંડ કરતાં વધારે બેદરકારી છે, જોકે પદ્ધતિ તે એની એ છે. વળી થાંભલા અને કેટલુંક કોતરકામ પણ પછીનું છે, જેથી એ ૧૪ મી સદીની હવાને વધુ સંભવ છે. બાઈ હરીરની વાવ–માતા ભવાનીની વાવથી થોડે દૂર “દાદા હરીની વાવ'ના નામે જાણીતી આ વાવ આવેલી છે. એને મહમૂદ બેગડાના અંતઃપુરની સર્વાધિકારિણી હરીર નામની બાઈએ બંધાવેલી છે એવું એના શિલાલેખમાં જણાવેલું છે. આ વાવ અમદાવાદ શહેરની ઈશાને વિ.સં. ૧૫૫૬ ના પૌષ સુદિ ૧૩ ને સેમવારે (૧૫ ના ડિસેમ્બર, ૧૪૯૯) હરીરપુરમાં ૩,૧૯,૦૦૦ મહમૂદી ખચને બંધાવી છે એ પણ લેખમાં જણાવ્યું છે. આ ઉપરથી હરીરપુરનું તાનું અસ્તિત્વ કે પછી માતા ભવાનીની વાવવાળા ગામને નામપલટો સમજાય છે. આ વાવ હિંદુ સ્થપતિએ બાંધી છે ને એ મુસલમાન અમલદારની દેખરેખ નીચે બાંધી છે. લેખમાં આપેલાં વાપી-નિર્માતાઓનાં નામો પરથી આ કલના બાંઘકામના સ્થપતિઓ મોટે ભાગે હિંદુ હવા વિશે સંભાવના કરી શકાય છે. અહી આ પ્રકારનું કાર્ય સતત ચાલુ રહેલું હોવાથી તેમજ કારીગરીમાં કોઈ જાતિભેદને સ્થાન ન હોઈ અમ બને એ સ્વાભાવિક છે. વાવની લંબાઈ ૨૪૧૫” છે. અંદરના
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy