________________
૧૫ મું !
સ્થાપત્યકીય સ્મારક
[ ર૧
ખાઈ દેલી મળી છે તે આ પ્રણાલિકાની સાક્ષી પૂરે છે. મહમૂદ બેગડાએ જૂનાગઢના કોટને ફરતો બીજો કોટ બંધાવ્યા, જે હજીય અસ્તિત્વમાં છે. ત્યાં પણ કુભદ્દીનના સમયમાં થયેલા ખામધ્રોળના મહેલેના અનુસંધાનમાં ખામધ્રોળ દરવાજે હજય છે. જૂનાગઢની નગરરચનામાં તો કંઈ ફેરફાર થઈ શકે એમ ન હતું તેથી માત્ર એને ફરતો કોટ કરી શહેરને વધુ મજબૂત બનાવીને તેમાં માનવો પડ્યો. પાછળથી નાનાં નાનાં નગરોને પણ કોટ બાંધવાની પદ્ધતિ ચાલુ રહેલી જોવા મળે છે, જળાશયે
સલ્તનત કાલમાં મુખ્ય જળાશયમાં વોનો સમાવેશ થાય છે તેમજ અગત્યના વિશિષ્ટ પ્રકારના જળાશય ઉર્ફે સ્નાનગૃહ તરીકે મહેમદાવાદના મરિયા કૂવાને પણ સ્માવેશ થાય છે. મોટે ભાગે વાવની રચના ધોરીમાર્ગ પર કરવામાં આવતી તેમજ ગામમાં પણ. ધોરીમાર્ગની વાવ જતાં-આવતાં વાહને ને માલધારીઓને વિસામાનું તેમજ ધંધાનું સ્થળ બનતી. સલ્તનત કાલમાં અગત્યની ગણાય તેવી વાવ મહમૂદ બેગડાના સમયની છે. અમદાવાદના એક પરા અસારવામાં બાઈ હરીરની વાવ છે, જે “દાદા હરીની વાવ તરીકે જાણીતી છે. બીજી અડાલજની વાવ છે, જે અડાલજ ગામમાં પિસતાં અાવે છે. આ બંને વાવ એક રીતે રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર છે. અમારવામાં આ વાવની પહેલાંના સમયની માતા ભવાનીની વાવ છે. તેની રચના હિંદુ બ ધકામ-પદ્ધતિને વધુ અનુકૂળ છે, જેમાં વાવનો વિસ્તાર ઓછી જગ્યા રોકે ને એટલી જગ્યામાં વધુ ઊંડાણવાળું ખોદકામ કરવામાં આવે. માધાવાવ ગંગાવાવ રાણીવાવ બાયડની વાવ કે માતા ભવાનીની વાવને બાંધકામની દષ્ટિએ અભ્યાસ કરીએ તો એના કરતાં સહતનત કાલની વાવની પદ્ધતિ જુદી અને વધારે સલામત છે. સલ્તનત કાલ પહેલાંની એવી વાવમાં ઓછા વિસ્તારમાં વધુ ઊંડાણનું ખોદકામ રહેતું ને પગથિયાંની પદ્ધતિ પણ કુંડ પ્રકારની રહેતી. આ વાવને ઊંડા કુંડ કહેવામાં વાંધો ન આવે. આ પદ્ધતિની એક ક્ષતિ એ છે કે એની ટેકો આપનારી પથ્થરની ભીંત જે સરખી રીતે જમીનના વિવિધ ભાગોમાં અંદર સુધી ન ઈ હોય તે ધરતી પિચી થતાં કે જોરદાર ધરતીકંપ થતાં પકડ ઢીલી થઈ જાય ને પીઠિયાં એની જગ્યાએથી ખસી જાય; પરિણામે ધસી પડે. સલ્તનત કાલના વાવ બાંધનારાઓને આ નબળાઈને ખ્યાલ આવી ગયા હોઈ એમણે વાવનું લંબાણ વધાર્યું ને ક્રમે ક્રમે ઊંડે ઊતરવાની યોજના કરી. આ યોજનામાં તેઓ સૌ પ્રથમ કુ ખેદી લેતા. પછી અમુક ઊંચાઈએ પાણીની સપાટીની નજીકની છેલ્લામાં છેલી જે