________________
સલતનત મe
જુદી જુદી જાતની કમાનની ઈટ અને ચૂના-કીટની રચના તેમજ એના ઉપરનું ઉત્તમ ચૂનાનું પ્લાસ્ટર હજી ઘણું મકાનોને જિવાડે છે. રોજા પાસે જતાં પહેલા જમણી બાજુ એક નાનકડું રોજા જેવું ઈટરી રચનાનું ઘુંમટવાળું ચોરસ માને છે તે એ કાલનું જ છે. એને સ્થાપત્યની દૃષ્ટિએ અભ્યાસ કરતાં ઈ. કામમાં અને ઘુંમટ બનાવવામાં પ્રાપ્ત-સિદ્ધિને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. કેટ- કિલા
અમદાવાદનો ભદ્રના કિલ્લા તરીકે ઓળખાતો રાજગઢ અહમદશાહના સમયે એક નાના નગર જે હતો ને બે બાજુ વસવાટથી તેમ પશ્ચિમે નદીથી સુરક્ષિત હતે. એના દરવાજા હજી સુધી નામમાં કે હકીકતે અસ્તિત્વ ધરાવે છે. ૧૨ આ કિલ્લે ઈ.સ. ૧૪૧૯ માં પૂરો થયો હશે. આ કિલ્લાને સતત સંધર્ષને કારણે ઘણી વાર સમરાવવો પડ્યો છે, જેના ઘણું અતિહાસિક પુરાવા છે. કિલાના બધા દરવાજ અસ્તિત્વ ધરાવતા નથી. હાલ ભદ્રના દરવાજા તરીકે ઓળખાતા દરવાજામાં પણ ટાવરની નીચેને દરવાજો છે તે અસલ દરવાજે છે.
જ્યારે બહારને ભદ્રકાળીની બાજુનો દરવાજો અકબરના સમયમાં થયેલ છે. પરંતુ અમદાવાદ શહેરને ફરતો કોટ (પટ્ટ ૬) મહમૂદ બેગડાના સમયમાં થયો એ જોયું. આ કટને કુલ ૧૮ દરવાજા હતા એમ કહેવાય છે. એમાં ૧૫ મેટા ને ત્રણ નાના (બારી ગણાય છે તે). એમાંથી નવા બેને બાદ કરીએ તો ૧૩ રહે. એમાંથી થોડા હવે સ્મારક રૂપે છે. દરવાજા પથરની કમાનવાળા છે, વળી કેટની દીવાલે ઈટ ચૂને ને ક્યાંક ક્યાંક પથ્થરથી ચણેલી હતી. હવે એ બધી કાઢી નાખી છે. બાંધકામ
આ કાલના બાંધકામની વિશિષ્ટતા એ છે કે મકાને કિલા કે કોટ સંપૂર્ણ પણે પથરનાં નહિ, પરંતુ મિશ્ર પ્રકારના પદાર્થનાં બનેલાં હતાં. દરવાજા કે પથરની દેખાતી દીવાલમાં વચ્ચેના ભાગમાં મેટે ભાગે રેડાં કોંક્રીટ અને ચૂને વપરાતો, જ્યારે પથ્થરમાં તૈયાર કરેલ નાનોમોટો ઘુંમટ ચૂનાકોંક્રીટથી આચ્છાદિત કરાતો અને એના પર મંદિરના શિખર પર હોય તેવું આમલક મુકાતું તેમજ કળશ પણ મુકાતો ખાસ કરીને કબરો ને રોજા પર, જ્યારે કોટ કે કિલ્લાને કાંગરા કરાતા. અત્યારે દેખાતા કાંગરા તે પાછળના સમયના છે, પરંતુ સંભવ છે કે અત્યારના કાંગરાઓનો આકાર તત્કાલીન કાંગરાઓનું અનુસરણ હેય. કિલ્લાની બહારની બાજુ પરિખા-ખાઈ કરાતી એને ખ્યાલ એલિસ પુલવાળા ભાગ પરથી થોડે આવે છે, પરંતુ મુહમ્મદાબાદમાં કિલ્લાની આસપાસ