________________
૧૫મું ]
સ્થાપત્યકીય સ્મારક
૪૧૯
તત્કાલીન અહમદાવાદ જેટલી હતી જ નહિ અને પાછળથી વધી પણ નહિ. ની અગત્ય માત્ર રાજકીય કારણોને લીધે હતી. વેપાર સમાજ ધર્મ કે વિનિમયનાં પરિબળ એની ભૌગોલિક પરિસ્થિતિને કારણે એને મદદરૂપ ન બની શક્યાં. પરિણામે એને વિકાસ ન થઈ શકયો.
ડો. રમણલાલ મહેતાના નેતૃત્વ નીચે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગ તરફથી કરવામાં આવેલા આ નગરના સ્થળ-સંશોધનના પરિણામે ઉપર્યુક્ત હકીકતો ક્રમબદ્ધ રીતે બહાર આવી છે, જે સમાન આયોજનપદ્ધતિનું સમર્થન કરે છે. એમ કહેવામાં આવ્યું છે કે મહમૂદને ચાંપાનેર એટલું તે પસંદ પડયુ હતું કે એ અમદાવાદને બદલે મોટો ભાગ અહીં ગાળવા માંડ્યો અને એણે ત્યાં કામચલાઉ રાજધાની કરીને ટંકશાળ સ્થાપી. ૧૧ ચાંપાનેરને શહેર મુકરમ' નામથી નવાજવું ને “મુહમ્મદાબાદ ઉફે ચાંપાનેર' એવું સિક્કા પર લખાવ્યું પણ ખરું. મહમૂદને ચાંપાનેરને વસવાટ શહેરને સુંદરતાના કારણે થયો હોય એ કરતાં આજુબાજુના તત્કાલીન રાજાઓની ભીતિના કારણે વધુ સંભવે છે એણે અહીં ઘણાને વસાવ્યાં. આ નગરને રાજધાની બનાવવા પાછળ ઈસ્લામનો કે વગાડવાની વૃત્તિ વધુ જોવા મળે છે.
મહમૂદ બેગડાના આ રાજધાની–નગરની સ્થાપના માટેની ભૂમિકા એની ગેરસ નજુતીને કારણે નિષ્ફળ ગઈ, કારણ કે નગરની સ્થાપના ત્યાં જ કરવી જોઈએ,
જ્યાં નગરને જીવવા માટેનું પિષણ-બળ મળ્યા કરે. અમદાવાદ છોડી દઈને એને સૂબાઓના હાથમાં સોંપવા છતાં અને અંદર અંદરના અનેક રાજકીય વિખવાદ ને સંઘર્ષ હોવા છતાં વેપારને દૃષ્ટિએ અમદાવાદનું સ્થાન ઉત્તમ હોવાથી ને એ ધોરીમાર્ગ પર હોવાથી રાજ્યાશ્રય ન મળતા હોવા છતાં શહેરને વિકાસ સતત થતો રહ્યો. જ્યારે મુહમ્મદાબાદને માટે એની આજુબાજુનાં જંગલ, વેપારની ખામી ને રાજકીય ડામાડોળ સ્થિતિને કારણે લોકોને પંચોતેર વર્ષની અંદર જ એને છોડી દેવું પડ્યું, જ્યારે મહેમદાવાદ એક નાના નગર તરીકે– આનંદધામ તરીકે વસવા છતાં એ ધોરીમાર્ગ પર આવેલું હોઈ હજી થોડું ઘણું પણ મહત્વનું અસ્તિત્વ ધરાવે છે. | સરખેજ-તકાલીન નાનાં નગરોનો વિચાર કરીએ તો સરખેજ હજી સુધી એના જૂના અવશેષો સાથે અસ્તિત્વ ધરાવે છે. આ નગર ગળીના ધંધા માટે જાણીતું હતું તેમજ યુદ્ધક્ષેત્ર પણ હતું. મોટા ભાગની અમદાવાદ સર કરવાની મહત્વાકાંક્ષા કે બળવા દાબવાની પ્રક્રિયા માટે આ યુદ્ધક્ષેત્ર બનતું. અત્યારે રાજાની આસપાસ ઘણાં મકાનના અવશેષ જોવા મળે છે તેમાં ઘણામાં સુંદર છંટકામ, કમાન,